આજનુ પંચાંગ
આજનો દિવસ
૩૧ જાન્યુઆરી ૨૦૨૩, મંગળવાર
“તિથિ” – આજે સવારે ૧૧.૫૪ સુધી મહા સુદ દશમ ત્યારબાદ મહા સુદ અગિયારસ રહેશે.
“દિન મહીમા”
ભકતપુંડરીક ઉત્સવ -પંઢરપુર, રોહિણી, કુમારયોગ ૨૪:૩૯ સુધી મહેરબાબા પૂ.તિથી, રવિયોગ ૨૪:૩૯ સુઘી, વિષ્ટી ૨૪:૫૬ પ્રારંભ
“સુર્યોદય” – ૭.૧૪ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૨૯ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૫.૪૧ – ૧૭.૦૬
“ચંદ્ર” – વૃષભ
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.
“નક્ષત્ર” – રોહિણી
“ચંદ્ર વાસ” – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૧૦.૦૩ – ૧૧.૨૮
લાભઃ ૧૧.૨૮ – ૧૨.૫૨
અમૃતઃ ૧૨.૫૨ – ૧૪.૧૬
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૦૫ – ૨૧.૪૧
શુભઃ૨૩.૧૬ – ૨૪.૫૨
અમૃતઃ ૨૪.૫૨ – ૨૬.૨૭
ચલઃ ૨૬.૨૭ – ૨૮.૦૩
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.
“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ