News Continuous Bureau | Mumbai
સિંહ જ્યારે શિકાર માટે નીકળે છે ત્યારે જંગલના પ્રાણીઓ સાવધાન થઈ જાય છે. પરંતુ જંગલના રાજા સિવાય બીજું એવું પક્ષી પણ છે જે શિકાર કરવા જાય છે, ત્યારે બીજા પક્ષીઓ સજાગ થઈ જાય છે. હા, અમે સમડી વિશે વાત કરી રહ્યા છીએ, જેની નજર અને પંજાને, ન તો આકાશમાં હરાવવું સંભવ છે ન તો જમીન પર..! આ એકમાત્ર એવું પક્ષી છે જેનાથી પશુ અને પક્ષીઓ બંને ડરે છે. પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે તેમને શિકાર મળે, ક્યારેક તો આ શિકારી પક્ષીઓના હાથ પણ ખાલી રહી જાય છે.
— عالم الحيوان (@Animal_WorId) July 27, 2022
ખૂબ જ હોંશિયાર અને ચાલાક પક્ષી હોવા છતાં, તેઓ તેમના શિકારને તેમના પંજામાં દબાવીને હવામાં ઉડે છે. સમડી સાપ જેવા ખતરનાક પ્રાણીને પણ આસાનીથી ઉપાડી શકે છે, એટલું જ નહીં, તે હવામાં અન્ય પક્ષીઓને પકડવાની ક્ષમતા પણ ધરાવે છે, પરંતુ જરૂરી નથી કે દરેક વખતે તેનો હુમલો સચોટ હોય..! હવે જુઓ આ વીડિયો જે સામે આવ્યો છે જેમાં સમડીએ એક કાગડા પર હુમલો કર્યો છે. તે પછી શું થયું તે તમે આ વીડિયોમાં જોઈ શકો છો.
આ સમાચાર પણ વાંચો : રોજબરોજ બદલાતા હવામાનની અસર.. વર્તમાન કૃષિ વર્ષમાં અધ્ધ આટલા લાખ ટન ખાદ્યાન્નનું ઉત્પાદન થવાનું અનુમાન
વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ જગ્યાએ કાગડા પર હુમલો કરે છે અને તેને પકડીને જમીન પર ફેંકી દે છે. સમડી કાગડાની ઉપર ચડીને તેને મારવા લાગે છે, પરંતુ આ દરમિયાન કાગડો હિંમત હારતો નથી અને પોતાનો જીવ બચાવવા માટે સતત પ્રયાસ કરતો જોવા મળે છે. સમડી તેના પંજા વડે કાગડાની ચાંચ પકડી રાખે છે અને ધીમે ધીમે તેના શરીરમાંથી પીંછા કાઢે છે. જેના કારણે કાગડાને ભારે તકલીફ પડી રહી છે. વીડિયોના અંત સુધીમાં કાગડો પોતાની તમામ તાકાત લગાવી દે છે, પરંતુ તે શિકારીના હાથમાંથી છટકી શકતો નથી અને અંતે સમડી તેને મારી નાખ્યા બાદ છોડી દે છે.
Join Our WhatsApp Community