News Continuous Bureau | Mumbai
ઝારખંડના રામગઢ જીલ્લામાં જંગલી હાથીનો ત્રાસ વધી રહ્યો છે. મોટી સંખ્યામાં આ હાથીઓના ઝુંડ આ વિસ્તારમાં ફર્યા કરે છે અને ખાવા-પીવાની શોધમાં આવ્યા કરે છે. ત્યારે એક ખોરાકની શોધમાં ભટકતો હાથી ઊંડી ખાડીમાં પડી ગયો. ગ્રામજનો એ તેને જોયો. જે પછી હાથીને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. માહિતી મળતાં જ વહીવટી ટુકડી બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. ટુકડીએ બુલડોઝર વડે ખાઈ પહોળી કરીને હાથીને બહાર નીકાળ્યો હતો.
Saidpur Coorg. God bless them pic.twitter.com/T9ox9jhpmf
— satish shah🇮🇳 (@sats45) May 19, 2021
ભારે મહેનત બાદ હાથી સુરક્ષિત બહાર આવી ગયો. આ દરમિયાન સ્થાનિક લોકોની ભારે ભીડ સ્થળ પર એકઠી થઈ ગઈ હતી. ઘણા લોકોએ બચાવ કામગીરીનો વીડિયો કેમેરામાં રેકોર્ડ કર્યો હતો. અહીં વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે હાથીને બચાવ્યો.
આ સમાચાર પણ વાંચો : વાઘના વિસ્તારમાં અચાનક આવી ગયો દીપડો, વાઘે તેની સાથે બાથ ભીડવા કર્યું એવું કામ કે જોતા રહી ગયા લોકો… જુઓ વાયરલ વિડીયો
Join Our WhatsApp Community