News Continuous Bureau | Mumbai
વંથલી તાલુકાના કણઝા ગામમાં રહેતા સેવાદાસ હરિયાણી ભોગવા વાળા કેડામાં ગાય ભેંસ ચરાવી રહ્યા હતા ત્યારે બપોરે એકાદ વાગ્યે બાવળની ઝાડીમાંથી એક સિંહ ત્યાં ચડી આવ્યો હતો અને અચાનક એક વાછરડી પર તેણે હુમલો કરી તેને મારી નાખી હતી. આથી સેવાદાસે સિંહને લાકડી મારતા તે ત્યાંથી ભાગી અને ત્યાં બાજુમાં બકરા ચરતા હોવાથી ત્યાં ગયો હતો અને ત્યાં એક બકરાનો શિકાર કર્યો હતો. આ દરમિયાન આજુબાજુના વિસ્તારમાંથી લોકો આવી જતા આ સિંહ થોડે દૂર બાવળની ઝાડી પાસે આવેલા એક ખાડામાં લપાઈને બેસી ગયો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના આરએફઓ સૂત્રજા ની સુચનાથી બીટગાર્ડ સોંદરવા તેમજ સ્ટાફે કણઝાની સીમમાં જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે આરએફઓ સુત્રેજાએ જણાવ્યું હતું કણઝા ગામની આ ઘટનાની જાણ થતા સ્ટાફે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી આ સિંહની ઉંમર આશરે પાંચ થી નવ વર્ષનો છે તેને લોકેટ કરી જંગલ તરફ ખદેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: Covid – 19, Corona News : કોવિડ-19નો પ્રકોપ વધ્યો, ભારતે ઉઠાવ્યું આ મોટું પગલું
Join Our WhatsApp Community