Sunday, June 4, 2023

PETA ઇન્ડિયા અને FIAPOની સરાહનીય કામગીરી..  છેલ્લા પાંચ વર્ષ સર્કસમાંથી આટલા હાથીને બચાવવાની અને તેમના પુનર્વસનની કામગીરી કરવામાં આવી

by AdminK
Rescuing 29 elephants from circus in last five years by PETA India and FIAPO

News Continuous Bureau | Mumbai

અમદાવાદ – PETA ઇન્ડિયા અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન્સ (FIAPO) દ્વારા હાથ ધરવામાં આવેલા ગહન અભિયાન બાદ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભારતના વિવિધ સર્કસમાંથી અગાઉ અત્યાચારનો સામનો કરી રહેલા 29 હાથીઓને બચાવવામાં આવ્યા છે, જે અત્યારે ઊચ્ચ-ગુણવત્તાયુક્ત જીવન વિતાવી રહ્યા છે.

પ્રાણીઓ પ્રત્યે અત્યાચાર નિવારણ (CA) અધિનિયમ, 19 અંતર્ગત સ્થાપવામાં આવેલી વૈધાનિક સંસ્થા ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (AWBI) દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા નિરીક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે મનોરંજન ઉદ્યોગમાંથી બચાવવામાં આવેલા આ તમામ હાથીઓની અત્યારે ગુજરાતના જામનગરમાં રાધા ક્રિષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટ (RKTEWT) દ્વારા સંચાલિત હાથી કેન્દ્ર ખાતે સારી રીતે સંભાળ રાખવામાં આવી રહી છે. તેમની સફળતાપૂર્વક કરાયેલી નિવૃત્તિ PETA ઇન્ડિયા અને FIAPO દ્વારા હાથ ધરાયેલા અભિયાનોનું પરિણામ છે. આ અભિયાન બાદ મધ્યસ્થ પ્રાણીસંગ્રહાલય સત્તામંડળે ભારતના તમામ સર્કસોમાં કરતબો માટે હાથીઓને રાખવાની મંજૂરી રદ કરી દીધી છે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. AWBI દ્વારા આ નિરીક્ષણ સર્કસમાં કરતબો બતાવવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અધિસૂચના બહાર પાડવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશો આપવા માટે PETA ઇન્ડિયા અને FLAPO દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધારે દિલ્હીની હાઇકોર્ટે આપેલા આદેશ બાદ હાથ ધરવામાં આવ્યું હતું.

પોતાનાં નવા ઘરમાં આનંદપૂર્ણ રીતે જીવનની મજા માણી રહેલા હાથીઓના ફોટોગ્રાફ્સ સહિત AWBI નિરીક્ષણ અહેવાલની નકલ અહીં જોઈ શકાય છે.

આ સમાચાર પણ વાંચો: ટાટા મોટર્સને મળ્યો મોટો ઓર્ડર, Everest Fleetને સપ્લાય કરશે XPRES-T EVના 5,000 યુનિટ

AWEI અધિકારીઓ, ગુજરાત રાજ્ય કાયદાકીય સેવા સત્તામંડળ, પશુપાલન વિભાગ, ગુજરાતના અધિકારીઓ અને PETA ઇન્ડિયા તથા FIAPOના પ્રતિનિધીઓનો સમાવેશ કરતી નિરીક્ષણ ટીમે નોંધ્યું છે કે બચાવવામાં આવેલા હાથીઓ હવે બંધન-મુક્ત રીતે જીવન વિતાવી રહ્યા છે અને અન્ય હાથીઓ સાથે જીવન સહચર્ય કરવાના અવસરો ધરાવે છે. આ બન્ને પ્રાકૃતિક પરિસ્થિતિ છે જેને અગાઉ શોષણકારી સર્કસ દ્વારા નકારવામાં આવી હતી. આ સંભાળ સુવિધા હાથીઓનું ધ્યાન રાખતી વખતે સકારાત્મક પુનઃસ્થાપનનો ઉપયોગ કરે છે, જેમ કે તેમને ખોરાકનું ઇનામ આપવામાં આવે છે અને અંકુશ અથવા ભાલા જેવા ત્રાસદાયક ઉપકરણોનો ઉપયોગ કરવાની પરવાનગી નથી. આ હાથીઓને પોષણયુક્ત આહાર, દરરોજ ચાલવું, ઘાસ ચરવું અને વિશાળ જળાશયોમાં તરવાની તેમજ પર્યાવરણીય સુવિધાઓનો લાભ પણ પૂરો પાડવામાં આવે છે.

PETA ઇન્ડિયાના એડવોકસી પ્રોજેક્ટના ડિરેક્ટર ખૂબ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “હાથીઓનું સન્માન કરવાની જરૂર છે અને તેમને મારવા અથવા સાંકળોથી બાંધવાના ડર બતાવીને મૂર્ખતાપૂર્ણ કરતબો કરાવવાની ક્યારેય ફરજ પાડવી જોઇએ નહીં.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દુઃખી અને ત્રાસદાયક જીવન જીવી રહેલા હાથીઓને સંભાળ પૂરી પાડવા બદલ અમે રાધા ક્રિષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટના આભારી છીએ, જેમના સહયોગથી આ હાથીઓ હવે અન્ય હાથીઓની સાથે આનંદપૂર્ણ રીતે જીવન વિતાવી રહ્યાં છે. અમે દરેક વ્યક્તિને હાથીની સવારી, ઉત્સવો અને અન્ય પ્રદર્શનો કે જેમાં હાથીઓ અથવા અન્ય અદભૂત પ્રાણીઓનું ઉપયોગ અને શોષણ કરવામાં આવે છે તેને નકારીને હથીઓના કલ્યાણ માટે પોતાની સહાનુભૂતિ દર્શાવવા અપીલ કરીએ છીએ.”

FIAPOના CEO મારતી રામચંદ્રણે જણાવ્યું હતું કે, “હાથીઓ જંગલના નિવાસી છે. આ 29 હાથીઓએ પોતાનું મોટાભાગનું જીવન સાંકળમાં અને સર્કસના કરતબો કરીને વિતાવ્યું છે. પરંતુ હવે તેઓ સન્માનજનક જીવન અને સ્વતંત્રતા સાથે પોતાનુ જીવન વિતાવવાની આશા રાખી રહ્યાં છે. લોકોએ તે સમજવાની જરૂર છે કે હાથીઓ માનવીઓના મનોરંજન માટેનું કોઇ સાધન નથી. ખરેખર તો કોઇપણ પાણી મનોરંજનનું સાધન નથી.”

આ સમાચાર પણ વાંચો: ટેક્સપેયર્સની મોજ / સરકારે આપી મોટી ખુશખબર, લિસ્ટમાં તમારું નામ છે કે નહીં આવી રીતે કરો ચેક

આ 39 હાથીઓને અગાઉ સર્કસમાં કરતબો કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી, જ્યારે તેઓ કરતબી ન કરતાં હોય ત્યારે તેમને સાંકળોથી બાંધવામાં આવતા હતા અને તાલીમના નામે હથિયારો દ્વારા તેમને ઇજા થવાનો સતત ભય રહેતો હતો, જે સર્કસોએ દીઓને મુક્ત કર્યા છે તેમાં કોલકાતામાંથી અજંતા, એમ્પાયર, ફેમસ અને કોહિનુર સર્કસ, દિલ્હીમાંથી ગ્રેટ એપોલો સર્કસ, અમદાવાદમાંથી ગ્રેટ ગોલ્ડન સર્કસ હૈદરાબાદમાંથી ગ્રેટ પ્રભાથ સર્કસ લખિમપુર (આસામ)માંથી મૂનલાઇટ સર્કસ, પુણેમાંથી રૅમ્બો સર્કસ અને કાનપુરમાંથી રાજમહલ સર્કસનો સમાવેશ થાય છે.

AWBI દ્વારા સર્કસોના સંખ્યાબંધ નિરીક્ષણ અને કરતબો કરવા માટે બંધક હાથીઓના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવાની ભલામણ કરતો તેમનો 2016નો અભ્યાસ અહેવાલ દર્શાવે છે કે જ્યારે હાથીઓને હિંસક રીતે તાલીમબદ્ધ કરવામાં આવે છે ત્યારે નિર્દયતાના નોંધપાત્ર પુરાવા મળ્યા છે. માણસના આદેશોનું પાલન કરવાની તેમને ફરજ પાડવાથી તેમનો મનોભાવ તૂટી જાય છે, તેમને મુશ્કેલ કરતબો કરવાની ફરજ પાડવામાં આવે છે અને તેમને લોકોની ભીડ, ઘોંઘાટ અને અપ્રાકૃતિક વાતાવરણમાં પ્રદર્શિત કરવામાં આવે છે. PETA ઇન્ડિયા, FIAPO અને પશુ કલ્યાણ સંસ્થાના IAPOના અનેક સભ્યો આ નિરીક્ષણ અને અહેવાલના ભાગ હતાં.

નિરીક્ષણ ટીમે વધુમાં નોંધ્યું છે કે ગ્રેટ ગોલ્ડન અને મક્ષ સર્કસમાંથી બચાવવામાં આવેલા આઠ ઘોડા અને ગ્રેટ ગોલ્ડન સર્કસમાંથી બચાવવામાં આવેલા 11 કૂતરા અને 16 પરદેશી પક્ષીઓ KIEWT દ્વારા સંચાલિત સંભાળ કેન્દ્રોમાં અત્યાચારથી મુક્ત જીવન વિતાવી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો: LAC પર અથડામણ છતાં ભારત -ચીન વેપાર પર કેટલી અસર, શું કહે છે આંકડા

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous