News Continuous Bureau | Mumbai
આજકાલ ઈન્ટરનેટ પર વાઈલ્ડલાઈફ સાથે જોડાયેલા ઘણા વીડિયો શેર કરવામાં આવે છે. અને લોકોને તેવા વિડીયો જોવા ગમે પણ છે. તેથી તે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે, કારણ કે પ્રાણીઓના વીડિયોમાં ઘણી વાર કંઈક ફની અને અનોખી જોવા મળે છે, જે લોકોના થાક અને ફ્રી ટાઈમનું મનોરંજન કરવાનું કામ કરે છે. દરમિયાન સોશિયલ મીડિયા પર સિંહ અજગરનો શિકાર કરવા જતો હોય છે તેનો એક વીડિયો વાયરલ થયો છે.
જુઓ વિડીયો
View this post on Instagram
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહનું બચ્ચું આશ્ચર્ય સાથે સાપને જોઈ રહ્યું છે. તેને સમજાતું નથી કે તે કેવું પ્રાણી છે. એટલા માટે તે મોઢું નીચું કરવા જતો હતો ત્યારે સાપે તેના પર હુમલો કર્યો. અહીં આશ્ચર્યની વાત એ હતી કે તેણે સિંહના બચ્ચાના મોં પર સીધો હુમલો કર્યો હતો. નાના સિંહને જ્યારે ખબર પડી કે તે જીતી શકશે નહીં, તેણે ત્યાંથી ચાલતી પકડવામાં ભલાઈ સમજી શિકાર છોડી ભાગી ગયો. આમ આ વીડિયોમાં અજગરે જંગલના રાજા સિંહને પોતાની તાકાતનો અનુભવ કરાવી દીધો જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : કબજિયાતની સમસ્યામાં અજમા ઔષધીનું કામ કરે છે, પરાઠા બનાવો અને આ રીતે ખાઓ….
Join Our WhatsApp Community