News Continuous Bureau | Mumbai
કેટલીકવાર પ્રાણીઓ પણ મનુષ્યને એવું શીખવી જાય છે કે જે જીવનભર ભૂલવું મુશ્કેલ હોય છે. પ્રાણીઓએ ભલે ઈશ્વરે બનાવ્યા હોય પરંતુ તેમનું મન ચોખ્ખું હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કૂતરો માછલીને બચાવતો જોવા મળે છે.
પ્રાણીઓમાં શ્વાનને સૌથી વધુ બુદ્ધિશાળી અને વફાદાર માનવામાં આવે છે, તેથી તેઓ મનુષ્યની સૌથી નજીક પણ હોય છે. આ હ્રદયસ્પર્શી વીડિયોમાં એક પાલતુ કૂતરો બિલાડીથી માછલીનો જીવ બચાવતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને તમે પણ આ ડોગના ફેન થઈ જશો.
I think having an animal in our life makes us better humans pic.twitter.com/6Aod5Y8XfD
— Gabriele Corno (@Gabriele_Corno) March 21, 2023
થોડી સેકન્ડના આ વીડિયોની શરૂઆતમાં તમે જોયું કે એક ગોલ્ડ માછલી જમીન પર પડી છે અને એક પાળતુ બિલાડી તેને તેના પંજા વડે પકડવાનો પ્રયાસ કરી રહી છે. નજીકના બાઉલમાં બીજી માછલી પણ દેખાય છે. બીજી જ ક્ષણે એક પાલતુ કૂતરો ત્યાં આવે છે. આ કૂતરો પહેલા બાઉલમાં ડોકિયું કરે છે અને પછી ધીમે-ધીમે જીવવા માટે સંઘર્ષ કરી રહેલી માછલીને તેના મોંમાં મૂકે છે અને બીજી ગોલ્ડ માછલીની સાથે તેને પાણીના બાઉલમાં મૂકી દે છે. આટલું કરતાં જ તે માછલીને નવું જીવન મળે છે અને તે તરવા પણ લાગે છે.
આ સમાચાર પણ વાંચો : આઠ ઘુવડ ના બચ્ચા એક સાથે, આવું મનોહર દ્રશ્ય તમે કદી નહીં જોયું હોય. જુઓ વિડિયો