માછલીને ખાવાની ફરાકમાં હતી બિલાડી, કૂતરાએ આ રીતે બચાવ્યો તેનો જીવ.. જુઓ હ્રદયસ્પર્શી વીડિયો

by Dr. Mayur Parikh
The heartfelt video shows a dog saving a fish's life from a cat

News Continuous Bureau | Mumbai

કેટલીકવાર પ્રાણીઓ પણ મનુષ્યને એવું શીખવી જાય છે કે જે જીવનભર ભૂલવું મુશ્કેલ હોય છે. પ્રાણીઓએ ભલે ઈશ્વરે બનાવ્યા હોય પરંતુ તેમનું મન ચોખ્ખું હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કૂતરો માછલીને બચાવતો જોવા મળે છે.

પ્રાણીઓમાં શ્વાનને સૌથી વધુ બુદ્ધિશાળી અને વફાદાર માનવામાં આવે છે, તેથી તેઓ મનુષ્યની સૌથી નજીક પણ હોય છે. આ હ્રદયસ્પર્શી વીડિયોમાં એક પાલતુ કૂતરો બિલાડીથી માછલીનો જીવ બચાવતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને તમે પણ આ ડોગના ફેન થઈ જશો.

થોડી સેકન્ડના આ વીડિયોની શરૂઆતમાં તમે જોયું કે એક ગોલ્ડ માછલી જમીન પર પડી છે અને એક પાળતુ બિલાડી તેને તેના પંજા વડે પકડવાનો પ્રયાસ કરી રહી છે. નજીકના બાઉલમાં બીજી માછલી પણ દેખાય છે. બીજી જ ક્ષણે એક પાલતુ કૂતરો ત્યાં આવે છે. આ કૂતરો પહેલા બાઉલમાં ડોકિયું કરે છે અને પછી ધીમે-ધીમે જીવવા માટે સંઘર્ષ કરી રહેલી માછલીને તેના મોંમાં મૂકે છે અને બીજી ગોલ્ડ માછલીની સાથે તેને પાણીના બાઉલમાં મૂકી દે છે. આટલું કરતાં જ તે માછલીને નવું જીવન મળે છે અને તે તરવા પણ લાગે છે.

આ સમાચાર પણ વાંચો :  આઠ ઘુવડ ના બચ્ચા એક સાથે, આવું મનોહર દ્રશ્ય તમે કદી નહીં જોયું હોય. જુઓ વિડિયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More