News Continuous Bureau | Mumbai
આજકાલ ઈન્ટરનેટ પર ઘણા વીડિયો શેર કરવામાં આવે છે. જોકે આમાંના કેટલાક વિડીયો ફની હોય છે. જ્યારે કેટલાક વિડીયોમાં જીવનના પાઠ શીખવા મળે છે. પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો સામે આવ્યો છે. જેને જોઈને લોકો ગુસ્સાથી ભડકી રહ્યા છે. હકીકતમાં આ વિડીયો એક IAS અધિકારી દ્વારા ટ્વિટર ( Twitter ) પર શેર કરવામાં આવ્યો છે. જેમાં એક યુવક અને યુવતીને ( Man and woman ) એક નિર્દોષ પપ્પી ( swing puppy ) પર ટોર્ચર કરતા જોઈ શકાય છે. તેઓ ગલુડિયાનો પગ પકડીને તેની સાથે રમતા જોવા મળે છે. જેને લઇ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ સીન જોયા બાદ કેટલાક યુઝર્સે લખ્યું કે તેમને પણ આ રીતે ફાંસી આપવી જોઈએ!
जानवर कौन ??? pic.twitter.com/KYBCrF48jN
— Awanish Sharan (@AwanishSharan) February 4, 2023
હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ વિડીયો 33 સેકન્ડનો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક અને યુવતી એક ગલુડિયાને તેના પગથી પકડીને ઊંધું કરી હવામાં ઝુલાવી રહ્યા છે. તે તેની સાથે એવી રીતે રમી રહ્યા છે. જાણે કે તે કોઈ જીવતું પ્રાણી નહી પરંતુ એક રમકડું છે. એટલું જ નહીં યુવક ગલુડિયાને પગથી પકડીને ઊંધું લટકાવી દે છે અને તેને હવામાં જોરશોરથી ફેરવવાનું શરૂ કરે છે. જોકે અંતે છોકરી તેની પાસેથી ગલુડિયાને છીનવી લે છે અને તેને વ્હાલ કરવાનું શરૂ કરે છે. આ દ્રશ્ય જોઈને લોકોમાં યુવક-યુવતીઓ માટે ગુસ્સો છે.
આ સમાચાર પણ વાંચો : સપનાનું ઘર ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર, મ્હાડાના મકાનો માટેની ઓનલાઇન અરજી ‘આ’ તારીખ સુધી લંબાવવામાં આવી
Join Our WhatsApp Community