પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
માતાપિતાને પુત્ર માટે ચિંતા બહુ હોય છે. પણ પુત્રેષણા પાછળ અનેક વાસનાઓ આવે છે.પુત્રેષણા પછી વિત્તેષણા
અને અંતે લોકેષણા જાગે, આત્મદેવે કહ્યું:-મને પુત્ર આપો, પુત્ર પિતાને સદ્ગતિ આપે છે. અપુત્રસ્ય ગતિર્નાસ્તિ ।
મહાત્મા આત્મદેવને સમજાવે છે. શ્રુતિ તો એક ઠેકાણે કહે છે કે ન કર્મણા ન પ્રજયાધનેન ત્યાગેનેકે અમૃતત્વ માનશુ: ।
પુત્રથી મુક્તિ મળતી નથી. વંશનુ રક્ષણ કરવા સત્કર્મ કરો. પુત્ર જ જો સદ્ગતિ આપી શકતા હોય, તો લગભગ બધાંને ત્યાં પુત્ર છે
અને તેથી દરેકને સદ્ગતિ મળી જાય. પિતા એવી આશા ન રાખે કે મારો પુત્ર શ્રાદ્ધ કરશે અને હું તરી જઈશ. શ્રાદ્ધ કરવાથી તે જીવ
સારી યોનિમાં જાય છે. પણ એમ ન સમજવું કે શ્રાદ્ધ કરવાથી નરકમાંથી ઉગારો થાય છે. પણ માત્ર શ્રાદ્ધ કરવાથી મુક્તિ મળતી
નથી. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઇ આશીર્વાદ આપે છે.
પિંડદાનનો અર્થ કોઈ સમજતા નથી. આ શરીરને પિંડ કહે છે. તેને પરમાત્માને અર્પણ કરવું તેને પિંડદાન કહે છે.
નિશ્ચય કરવાનો કે મારું જીવન મેં ઇશ્વરને અર્પણ કર્યું છે. આ પ્રમાણે જીવન અર્પણ કરે તેનું પિંડદાન સાચું, બાકી માત્ર લોટના
પિંડદાનથી મુક્તિ મળતી હોય, તો ઋષિમુનિઓ ધ્યાન, યોગ, જપ, તપ આદિ સાધનો કરે જ શા માટે?
જીવનમરણના ત્રાસમાંથી છોડાવે છે સત્કર્મ. બીજાનું નહિ, પોતાનું સત્કર્મ. પોતાએ જ પોતાના આત્માનો ઉદ્ધાર
કરવાનો છે. જીવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે.
ગીતામાં સ્પષ્ટ કહ્યું છે:-ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્ ।
પોતાના દ્વારા, પોતે જ આત્માનો સંસારસમુદ્રથી ઉદ્ધાર નહીં કરે, તો તેનો ઉદ્ધાર બીજું કોણ કરવાનું હતું? મનુષ્યને
પોતાના સિવાય બીજો કોણ મોટો હિતકારી હોઇ શકે? જો તે પોતાનું શ્રેય જાતે ન કરી લે, તો પુત્રો વગેરે શું કરવાના હતા? ઈશ્વરને
માટે જે જીવે તેને અવશ્ય મુક્તિ મળે છે.
શ્રુતિ તો કહે છે:-ઇશ્વરનો અપરોક્ષ અનુભવ ન થાય, જ્ઞાન ન થાય, ત્યાં સુધી મુક્તિ મળતી નથી.
મરતાં પહેલાં જે ભગવાનને ઓળખે છે તેને મુક્તિ મળે છે. પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કર્યા વગર મુક્તિ મળતી
નથી.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૮
તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય:પન્થા વિદ્દતેડયનાય ।।
તેમને જાણીને જ મનુષ્ય મૃત્યુનું ઉલ્લંઘન કરી જાય છે. પરમપદની પ્રાપ્તિ માટે આ સિવાય બીજો માર્ગ છે જ નહિ.
ભગવાનને જાણ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાકી કેવળ શ્રાદ્ધ કરવાથી કાંઈ મુક્તિ મળતી નથી. તમારું પિંડદાન-એટલે કે
આ શરીર-પરમાત્માને અર્પણ કરશો, તો તમારું કલ્યાણ થશે.
તમારું પિંડદાન તમારે હાથે કરો એ જ ઉત્તમ છે. જે પિંડમાં છે, તે બ્રહ્માંડમાં છે. નિશ્રય કરો કે આ શરીર પિંડ
પરમાત્માને અર્પણ કરવું છે. તારું પિંડદાન તું તારા હાથે જ કેમ કરી લેતો નથી? ઘરમાં જે છે તે બધું વાપરી નાખ અને નારાયણ
નારાયણ કર.
આત્મદેવને આ ઠીક લાગ્યું નહિ. આત્મદેવે કહ્યું, મહારાજ પુત્ર હોવાના સુખની તમને સન્યાસીઓને શું ખબર પડે?
માટે તમે આમ કહો છો.
છોકરો ખોળામાં એકી કરે તો પણ માતાપિતા પ્રસન્ન થાય છે. દુ:ખમાં સુખ માનવું એ સંસારીઓનો નિયમ છે.
મહાત્માએ સુંદર બોધ આપ્યો તેમ છતાં આત્મદેવે દુરાગ્રહ કર્યો ‘મને પુત્ર આપો નહિતર હું પ્રાણત્યાગ કરીશ.’
મહાત્માને દયા આવી. એક ફળ આપ્યું અને કહ્યું, આ ફળ તારી પત્નીને ખાવા આપજે, તારે ત્યાં લાયક પુત્ર થશે. આત્મદેવ તે
ફળ લઈને ઘરે આવ્યો. ફળ પોતાની પત્નીને આપ્યું. ધુંધુલી ફળ જાતે ખાતી નથી. અનેક પ્રકારના કુતર્કો કરે છે. ધુંધુલીએ વિચાર
કર્યોં, ફળ ખાઇશ તો સગર્ભા થઈશ. પરિણામે દુઃખી થઇશ અને બાળકનાં લાલનપાલન કરવામાં પણ કેટલું મોટું દુ:ખ છે. તેણે
પોતાની નાની બહેનને વાત કરી. બહેને સલાહ આપી. મને બાળક થવાનું છે તે તને આપી દઇશ. તું સગર્ભા હોવાનું નાટક ક૨.
ધુંધુલીને ફળ તો જોઇએ છે પણ દુ:ખ જોઇતું નથી. આ મનુષ્ય સ્વભાવ છે. સુખ તો જોઈએ છે પણ વિના પ્રયત્ને. વિના
દુઃખે.
મનુષ્યને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ જોઇએ છે. પાપ કરવું છે અને પાપનું ફળ જોઈતું નથી.