પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
નાની બહેનના કહેવાથી તેણે તે ફળ ગાયને ખવડાવ્યું. ધુંધુલીએ નાટક કર્યું. બહેનનો છોકરો લઇ આવી જાહેર કર્યું, કે
મને પુત્ર થયો છે. ધુંધુલીએ પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું, આ બાજુ જે ગાયને ફળ ખવડાવેલું તે ગાયને મનુષ્યાકારનું ગાય જેવા
કાનવાળું બાળક થયું, તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. બાળકો મોટા થયાં. ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો. ધુંધુકારી દુષ્ટ
નીકળ્યો.
ભાગવતની કથા ત્રણ પ્રકારે છે:-આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક. જરા વિચાર કરો તો સમજાશે.
માનવકાયા એ જ તુંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને તુંગ એટલે વધારે. પુષ્કળ કલ્યાણ કરનારી નદી એ જ
તુંગભદ્રા નદી-તે જ મનુષ્ય શરીર. માનવકાયા દ્વારા મનુષ્ય આત્મદેવ થઈ શકે છે.
આત્માનો દેવ બને તે આત્મદેવ, આત્મદેવ એ જીવાત્મા છે. આપણે બધાં આત્મદેવ છીએ. નર જ નારાયણ બને છે
મનુષ્ય શરીરમાં રહેલો જીવ દેવ બની શકે છે અને બીજાને પણ દેવ બનાવી શકે છે.
પશુઓ પોતાના શરીરથી કલ્યાણ કરી શકતાં નથી. મનુષ્ય બુદ્ધિવાળું પ્રાણી હોવાથી પોતાના શરીરથી પોતાનું તેમ જ
બીજાઓનું કલ્યાણ કરી શકે છે.
ધૂવાફૂંવા કરનારી, કુતર્કો કરનારી ધુંધુલી તે બુદ્ધિ છે. દરેકના ઘરમાં આ ધુંધુલી છે. ધુંધલી કથામાં પણ તોફાન કરે છે
દ્વિધાબુદ્ધિ ,દ્વિધાવૃત્તિ. એ જ ધુંધુલી. આવી દ્વિધાબુદ્ધિ હોય ત્યાં આત્મશક્તિ જાગૃત થતી નથી.
બુદ્ધિ પારકી પંચાત કરે છે. પારકી પંચાત જેવું પાપ નથી.
હું કોણ છું, મારો ધણી કોણ છે, એનો વિચાર બુદ્ધિ કરતી નથી.
બુદ્ધિ સાથે આત્માનું લગ્ન થયું. પણ જ્યાં સુધી કોઈ મહાત્મા ન મળે, તેને સત્સંગ ન થાય, ત્યાં સુધી વિવેક આવતો
નથી. વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક એ જ આત્માનો પુત્ર છે.
બિનુ સત્સંગ વિવેક ન હોઈ ।
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૯
આત્મા અને બુદ્ધિના સંબંધથી જો વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી તો તે જીવ સંસારરૂપી નદીમાં ડૂબી મરે છે. જેના
ઘરે વિવેકરૂપી પુત્ર નથી હોતો, તે સંસાર નદીમાં ડૂબી જાય છે. તેથી તો આત્મદેવ ગંગા કિનારે ડૂબી મરવા જાય છે. વિવેક
સત્સંગથી જાગે છે અને વિવેક આત્માને આનંદ આપે છે.
દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મામાં છે. આપણે આત્મા શક્તિને જાગૃત કરવાની છે.
હનુમાનજી સમર્થ હતા, પરંતુ જાંબવાને તેમને સ્વરૂપનું ભાન કરાવ્યું ત્યારે તેમને પોતાના સ્વરૂપનું ભાન થયું. આત્મશક્તિ
સત્સંગથી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવનમાં દિવ્યતા આવતી નથી.
સંત મહાત્માએ આપેલું વિવેકરૂપી ફળ આ બુદ્ધિને ગમતું નથી.
બુદ્ધિ ધુંધુલીની નાની બહેન છે. મન બુદ્ધિની સલાહ લે તો દુ:ખી બને છે. મન અનેક વાર આત્માને છેતરે છે. મન
સ્વાર્થી છે. મન કહે તે ન કરવું. સલાહ એક ઈશ્વરની જ લેવી.
જરા વિચાર કરો, આત્મદેવનો આત્મા ભોળો છે. તેને મન બુદ્ધિ-વારંવાર છેતરે છે. મનની સલાહ ન લેશો. આત્મદેવ
મન-બુદ્ધિનું કપટ સમજી શકયો નહિ.
ફળ ગાયને ખવડાવ્યું એટલે ગાય-ઈંન્દ્રિય-ભક્તિ વગેરે અર્થ થાય છે. ફળ ગાયને એટલે ઇન્દ્રિયને ખવડાવ્યું.
સૂતજી સમજાવે છે કે સત્સંગથી એકદમ ઈન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. મન અને બુદ્ધિ જયારે ભાગવતનો-ભગવાનનો
આશ્રય લેશે ત્યારે તે સુધરશે.
ધુંધુકારી કોણ? આખો સમય દ્રવ્યસુખ અને કામસુખનું ચિંતન કરે તેજ ધુંધુકારી. જેના જીવનમાં ધર્મ પ્રધાન નથી પણ
કામસુખ, દ્રવ્ય સુખ પ્રધાન છે તેજ ધુંધુકારી.
સૂતજી સાવધાન કરે છે અને કહે છે. મોટો થતાં ધુંધુકારી પાંચ વેશ્યાઓમાં ફસાયો છે. પાંચ વિષયો:-શબ્દ, સ્પર્શ ,
રૂપ, રસ અને ગંધ એ પાંચ વેશ્યાઓ છે. આ પાંચ વિષયો ધુંધુકારીને એટલે કે જીવને બાંધે છે. તે મડદાને હાથે જમતો, શબ હસ્તે
ભોજનં । મડદાના હાથ કયા? જે હાથ પરોપકારમાં ઘસાય નહીં તે મડદાના હાથ છે.