પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
જે હાથથી કૃષ્ણસેવા થતી નથી, જે હાથ
શ્રીકૃષ્ણની સેવા ન કરે, જે હાથ પરોપકાર ન કરે, તે હાથ મડદાના હાથ જેવા છે. બીજા કયા મડદાના હાથ આવવાના હતા?
ધુંધુકારી સ્નાન, શૌચ, ક્રિયાહીન હતો કામી હતો. એટલે સ્નાન તે કરતો હશે. પરંતુ સ્નાન કર્યા પછી સંધ્યા સેવા ન કરે,
તો તે સ્નાન વ્યર્થ છે. એટલે કહ્યું કે સ્નાન કરતો નહિ. સ્નાન કર્યા પછી સત્કર્મ ન થાય તો તે સ્નાન પશુસ્નાન છે. સ્નાન કર્યા
પછી સત્કર્મ ન કરે તો એ સ્નાન શા કામનું? સ્નાન ફકત શરીરને સ્વચ્છ રાખવા માટે નથી. સ્નાન કર્યા પછી સેવા નહિ, સંધ્યા
નહી, ગાયત્રી નહિ, તો એ સ્નાન પણ પશુ જેવું છે. શાસ્ત્રમાં સ્નાનના ત્રણ પ્રકાર બતાવ્યા છે, તેમા ઋષિસ્નાન ઉત્તમ છે.
મળસ્કે ૪ થી પ વાગ્યાની અંદર જે સ્નાન કરવામાં આવે તે ઋષિસ્નાન છે. ૫ થી ૬।। ના સમય વચ્ચે જે સ્નાન કરવામાં આવે
છે તે મનુષ્ય સ્નાન, અને સવારના ૬।। વાગ્યા પછી જે સ્નાન કરવામાં આવે તે રાક્ષસી સ્નાન ગણાય. ભગવાન સૂર્ય નારાયણ
બહાર આવે તે પછી મનુષ્ય દાતણ શૌચ વગેરે કરે તે યોગ્ય નથી.
સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે. તેની સંધ્યા કરવાથી બુદ્ધિ સતેજ થાય છે. સ્નાન અને સંધ્યા નિયમિત કરો. સમ્યક
ધ્યાન એ જ સંધ્યા.
નિત્ય સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી. એ ભોજન નથી કરતો પણ પાપ ખાય છે. ગીતામાંકહ્યું છે:-ભુગ્જતે તે
ત્વઘં પાપા યે પચન્ત્યાત્મકારણાત્ । ગી.અ.3.શ્ર્લો.૧3.
જે પાપી લોકો પોતાના શરીર પોષણ માટે જ અન્ન પકાવે છે, તેઓ તો પાપને ખાઈ રહ્યા છે. તેથી હંમેશા સત્કર્મ કરવું.
આયુષ્યનો સદ્ઉપયોગ કરો. તન મનને સજા કરશો તો પાપ છુટશે અને સત્કર્મ થશે. તમારા મનને તમે સજા નહીં કરો તો બીજું
કોણ સજા કરશે?
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૨૦
પુત્રનાં દુરાચરણો જોઈ આત્મદેવને ગ્લાનિ થઈ. આના કરતાં તો વાંઝિયો હતો તે સારું હતું. ધુંધુકારીએ સર્વ સંપત્તિ
વાપરી નાંખી. હવે તો તે માતાપિતાને મારવા લાગ્યો. પિતાનું દુ:ખ જોઇ ગોકર્ણ પિતા પાસે આવ્યા. ગોકર્ણ પિતાને વૈરાગ્યનો
ઉપદેશ આપે છે. આ સંસાર અસાર છે. અત્યંત દુ:ખરૂપ અને મોહમાં નાંખવાવાળો છે. પુત્ર કોનો અને ધન કોનું?
સંસારને વંધ્યાસુતની ઉપમા આપવામાં આવી છે. સંસાર માયાનો પુત્ર છે. માયા મિથ્યા તો આ સંસાર સાચો કયાંથી
હોય?
ગોકર્ણ આત્મદેવને કહે છે. હવે તમે ઘર છોડી વનમાં જાવ. ઘરનો મોહ હવે છોડી દેજો. સમજીને છોડે તો સારું, નહિતર
કાળ ધક્કો મારીને છોડાવશે.
દેહેડસ્થિમાંસરુધિરેડભિમતિં ત્યજ ત્વં જાયાસુતાદિષુ સદા મમતાં વિમુગ્ચ ।
પશ્યાનિશં જગદિદં ક્ષણભઙ્ગનિષ્ઠં વૈરાગ્યરાગરસિકો ભવ ભક્તિનિષ્ઠ: ।।
ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોકધર્માન્ સેવસ્વ સાધુપુરુષાગ્જહિ કામતૃષ્ણામ્ ।
અન્યસ્ય દોષગુણચિન્તનમાશુ મુકત્વા સેવાકથારસમહો નિતરાં પિબ ત્વમ્ ।।
આ દેહ હાડકાં, માંસ અને રુધિરનો પિંડ છે. એને પોતાનો માનવાનું છોડી દો. સ્ત્રી-પુત્રાદિમાંથી મમતા ઉઠાવી લો.
આ સંસાર ક્ષણભંગુર છે. આમાંની કોઈ વસ્તુને સ્થાયી સમજી તેમાં રાગ ન કરો. બસ એક માત્ર વૈરાગ્યના રસિક બની,
ભગવાનની ભક્તિમાં લાગી જાવ.
સંસારનો મોહ દૂર ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. કોઇ પણ રીતે મનને સંસારના વિષયોમાંથી હઠાવી પ્રભુપ્રેમમાં
જોડી રાખો. સંસાર ની આસક્તિ ન જાય ત્યાં સુધી આ દેહ પણ આપણો નથી. સંસારના વિષયોમાં રહેશો નહિ. ઠાકોરજીની સેવા
સિવાય બીજું આપણું કોણ?
ભગવદાસક્તિ સિદ્ધ થતી નથી. સંસારના વિષયોમાં નહિ પણ ઠાકોરજીના ચરણમાં રહો.
પિતાજી, બહોત ગઇ અને થોડી રહી. ગંગા કિનારે જઇને ઠાકોરજીની સેવા કરો. મનને વિક્ષેપ થાય, ત્યારે તેને
કૃષ્ણલીલા કથામાં લઈ જાવ. ભાવના કરશો તો હ્રદય પીગળશે. પરદોષદર્શન સેવામાં, સત્કર્મમાં વિઘ્નરૂપ છે. માટે
પરદોષદર્શનનો ત્યાગ કરો.