પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
શ્રી રાધાજીના પિતા વૃષભાનુની આજ્ઞા હોવાથી રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર ન હતો. તેથી કૃષ્ણ
ચંદ્રાવલીનો શણગાર સજી, સાડી પહેરીને રાધાજીને મળવા જાય છે. કૃષ્ણ સાડી પહેરે છે, એટલે માતાજી બને છે.
એકં સદ્ વિપ્રા બહુધા વદન્તિ એકં સંત બહુધાકંલ્યંતિ ।
ઈશ્વરનાં સ્વરૂપો અનેક છે. પણ તત્ત્વ એક છે. દીવાની પાસે જે રંગનો કાચ મૂકો, તેવો પ્રકાશ દેખાશે.
સર્વ દેવોનું પૂજન કરો પણ ધ્યાન એક ઈષ્ટદેવનું જ કરો.
રુક્મિણીની અનન્ય ભક્તિ છે. દેવીનું પૂજન કરે છે, પણ ધ્યાન શ્રીકૃષ્ણનું કરે છે.
વંદન દરેક દેવને કરો પણ ધ્યાન એક જ દેવનું કરો. વંદન અને પૂજા સર્વની કરવી પણ ધ્યાન એક જ દેવનું કરવું. જે
સ્વરૂપની રુચિ હોય તેનું ધ્યાન કરવું. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણેની એકતા થવી જોઇએ અને આ પ્રમાણેની એકતા થાય
ત્યારે પરમાનંદની પ્રાપ્તિ થાય છે.
ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહિ. કોઈ જીવનું ધ્યાન ન કરો, કોઈ જડ વસ્તુનું ધ્યાન ન કરો. ધ્યાન કરવું હોય
તો પરમાત્માનું કરો. અનેક જન્મથી આ મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાનમાં પહેલાં વિષયો દેખાય છે. તે ન દેખાય તેનો કોઇ
ઉપાય? તેનો ઉપાય એ છે કે જયારે ધ્યાન કરતાં મન ચંચળ બને ત્યારે પરમાત્માના નામનું વારંવાર કીર્તન કરો. ઉચ્ચ સ્વરથી
કીર્તન કરો. પરમાત્માનાં કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. પરમાત્માના મંગલમય સ્વરૂપને નિહાળતાં નિહાળતાં તેના નામનું
કીર્તન કરો. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૨૮
પરમાત્માનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. મનશુદ્ધિ દાનથી કે સ્નાનથી થતી નથી, તીર્થ સ્નાનથી શરીર શુદ્ધ થાય
છે. મન શુદ્ધ થતું નથી. સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઇશ્વરનું સતત ચિંતન ન કરે ત્યાં સુધી સુધરશે નહિ.
આ શરીર જેવી મલિન વસ્તુ કોઈ નથી. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. આ શરીર ગંદુ છે. શરીરનું બીજ
અપવિત્ર છે. ઠાકોરજીને મનથી મળવાનું છે. ધ્યાન વગર મનોમિલન થતું નથી. આંખથી દર્શન અને મનથી સ્મરણ કરો, તો
પરમાત્માની શક્તિ તમારામાં આવશે. ઈશ્વરનું ધ્યાન કરવાથી જીવમાં ઇશ્વરની શક્તિ આવે છે. ધ્યાન કરવાથી જીવ ઈશ્વરનું
મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મસંબંધ થતો નથી.
ધ્યાનની પરિપકવ દશા એ જ સમાધિ છે, વેદાંતમાં તેને જીવનમુક્તિ માની છે. સમાધિ અધિક વખત ટકે એટલે
જ્ઞાનીઓને જીવતાં જ મુક્તિનો આનંદ મળે છે.
ભાગવતમાં વારંવાર આવશે, ધ્યાન કરો અને જ૫ કરો. એકએક ચરિત્રમાં આ સિદ્ધાંત વર્ણવ્યો છે. પુનરુક્તિ એ દોષ
નથી. એક સિદ્ધાંતને બરાબર બુદ્ધિમાં ઠસાવવો હોય તો તેને વારંવાર કહેવો પડે છે. ભાગવતના પ્રત્યેક સ્કંધમાં આ જપ, ધ્યાનની
કથા આવશે. ધ્યાન વગર ઇશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. વસુદેવ-દેવકીએ અગિયાર વરસ ધ્યાન કર્યું ત્યારે પરમાત્મા મળ્યા.
ભાગવતનો આરંભ ધ્યાનયોગ થી કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ઈશ્વરનું ધ્યાન કરશે તે ઇશ્વરને વહાલો લાગશે.
જ્ઞાનીઓ સાધન માર્ગનો આશ્રય કરી મુક્ત બને છે. જ્ઞાનીઓ જ્ઞાનથી ભેદનો નિષેધ કરે છે. જ્ઞાનથી ભેદને દૂર કરવો એ
જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે. ભક્તિથી ભેદને દૂર કરવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. બંનેનું લક્ષ્ય એક જ છે. માર્ગ જુદા જુદા છે. સાધનમાં
ભેદ છે. ધ્યેય એક જ છે. તેથી ભાગવતનો અર્થ જ્ઞાનપરક અને ભક્તિપરક થઈ શકે છે.