પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
આ સંસારમાં લોકોની રુચિ જુદી જુદી હોય છે.
શિવમહિમ્ન સ્તોત્રમાં કહ્યું છે:-
ત્રયી સાંખ્યં યોગ: પશુપતિમતં વૈષ્ણવમિતિ । પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ: પથ્યમિતિ ચ ।।
રુચીનાં વૈચિત્ર્યાદ્જુકુટિલનાનાપથજુષાં । નૃણામેકો ગમ્યસ્ત્વમસિપયસામર્ણવ ઈવ ।।
સાંગોપાંગ વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પાશુપતશાસ્ત્ર, વૈષ્ણવશાસ્ત્ર, વગેરે ભિન્ન-ભિન્ન શાસ્ત્રવાળાઓ આ અમારું
શાસ્ત્ર શ્રેષ્ઠ છે. આ અમારું શાસ્ત્ર સર્વોત્તમ છે. એ પ્રમાણેની પોતપોતાની મનોવૃત્તિ અનુસાર સરળ અને કઠિન માર્ગને માને છે,
પરંતુ યથાર્થમાં તો પૃથક્ પૃથક્ શાસ્ત્રોને માનનારા બધાઓનું એક જ પ્રાપ્તિસ્થાન છે, જેવી રીતે સરળ અને વાંકીચૂંકી વહેનારી
નદીઓનું પ્રાપ્તિસ્થાન એક જ સમુદ્ર છે. દરેકની રુચિઓ ભિન્ન ભિન્ન હોય છે. તેથી પરમાત્મા શિવ, ગણેશ, રામચંદ્ર વગેરે સ્વરૂપો
ધરે છે.
સત્ય અવિનાશી છે. અબાધિત છે. સત્યનો કોઈ દિવસ વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કાંઈ પરિવર્તન થતું નથી.
સુખ, દુ:ખ, લાભ, હાનિમાં પરમેશ્વરનું સ્વરૂપ બદલાતું નથી.
ગીતાજીમાં ભગવાને કહ્યું છે:-દુ:ખેષ્વનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પૃહ: ।
દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગરહિત રહે છે અને સુખમાં પણ જેને સ્પૃહા નથી એ સ્થિતપ્રજ્ઞ: શ્રીકૃષ્ણ જેવું બોલ્યા છે,
તેવું જીવનમાં આચરી પણ બતાવ્યું છે. રામચંદ્રજીને રાજ્યાભિષેક વખતે અને વનવાસ વખતે એ જ પ્રકારનો આનંદ. શ્રીકૃષ્ણની
સોળ હજાર રાણીઓ સેવા કરે, સોનાની દ્વારકા છે ત્યારે પણ આનંદ, અને એ સર્વનો વિનાશ થાય, સોનાની દ્વારકા ડૂબે છે,
ત્યારે પણ એ જ આનંદ.
શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે કે:-ઉદ્ધવ, આ બધું ખોટું છે. હું જ એક સાચો છું.
જગત અસત્ય છે, પરમાત્મા સત્ય છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં જે દેખાય તે સાચું નહિ પણ જે કાયમ ટકે તે
સત્ય. જે એક જ સ્વરૂપે રહે તે સત્ય. તેથી ભગવાન વ્યાસે બીજા કોઈ દેવનું નહિ પરંતુ સત્યનું, અમે ધ્યાન કરીએ છીએ એમ કહ્યું
છે. તેથી સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય સ્વરૂપ પરમાત્મા સાથે પ્રેમ કરો. જગત અસત્ય છે. જગતનાં પદાર્થો
દુ:ખરૂપ છે, વ્યવહારકાળમાં જગત સત્ય જેવું ભાસે છે, પરમાર્થ દ્રષ્ટિથી, તત્વદૃષ્ટિથી જગત સત્ય નથી. તેથી જ્ઞાની પુરુષો
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૩૦
જગતનું ચિંતન કરતા નથી. જગત અનિત્ય છે તેમ વારંવાર ચિંતન કરે છે, તેને પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન થાય, તેને જગતનું
ભાન થતું જ નથી. સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે તેમ ભગવાનના સાક્ષાત્કારથી જગત મિથ્યા લાગે છે.
મનુષ્ય સદા સર્વદા એક સ્વરૂપમાં રહેતો નથી. ઈશ્વર એક સ્વરૂપ છે એને કામ, ક્રોધ લોભ વગેરેની અસર થતી નથી એ પોતે
આનંદરૂપ છે, ઈશ્વર બિના જે ભાસે છે તે માયા છે, અસત્ય છે, ભાસ માત્ર છે.
રૂપિયો ખોટો હોય તો તેના ઉપર મોહ થતો નથી. તેમ આ ખોટા, અસત્ય જગત ઉપર મોહ ન કરવો. સ્ત્રી-પુરુષના
મિલનમાં સુખ થાય છે, પણ વિયોગમાં અતિશય દુ:ખ થાય છે. વિયોગ અવશ્ય છે એમ સમજી જગતના જીવો ઉપર પ્રેમ ન કરો
પરમાત્મા અવિનાશી છે માટે તેમના જ ઉપર પ્રેમ કરો.
અંધારામાં પડેલું દોરડું સર્પરૂપે ભાસે છે. પરંતુ પ્રકાશ આવતાં-જ્ઞાન થતાં તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ રજજુ
સર્પ ન્યાયે, આ સંસાર અસત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનને કારણે તે સત્ય હોય એમ ભાસે છે. જગતનો ભાસ ઈશ્વરના
અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તમને જગત સત્ય જેવું લાગે છે.
આ દૃશ્ય જગત ભ્રમરૂપ છે, ખોટું છે, તેમ છતાં સત્યરૂપ પરમેશ્વરના આધારે તે રહેલું હોવાથી તે સત્ય જેવું ભાસે છે.
પરમાત્મા સત્ય છે, તેથી આ જગત અસત્ય હોવા છતાં સત્ય જેવું ભાસે છે. જગતનું અધિષ્ઠાન ઇશ્ર્વર, સત્ય હોવાથી તે સત્ય
જેવું ભાસે છે.