પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ભાગવતનું ફળ છે, નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો.
ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના વૈરાગ્ય અને જ્ઞાન ન મળે, જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગળું છે.
આદત અને હાજત ઓછી કરે તો જ માનવ પ્રભુમાં લીન બની શકે છે.
ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભાગવત સર્વ માટે છે. વેદાંત સર્વ માટે નથી. વેદાંતનો અધિકાર સર્વને
આપ્યો નથી. વેદાંત જેને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થાય છે તેને માટે છે. વેદાંતનો અધિકારી કોણ? જેણે ષટ્ સંપત્ત:-
શ્રમ,ધર્મ,શ્રધ્ધા,તિતિક્ષા,ઉપરતી,સમાધાન વગેરેની પ્રાપ્તિ કરી હોય તે વેદાંતનો અધિકારી છે. જ્યારે ભાગવત તો સર્વ માટે છે.
ભાગવતનો અધિકાર સર્વને છે, છતાં બતાવ્યું કે નિર્મત્સરાણાં સતાં શુદ્ધ અંત:કરણવાળા પુરુષોને જાણવા યોગ્ય પરમાત્માનું
નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે.
નિર્મત્સરાણાંમ્ નિર્મત્સર થઈને કથા સાંભળવી. મત્સર એ મોટામાં મોટો શત્રુ છે. મત્સર બધાને પજવે છે. જ્ઞાની તેમજ
યોગીઓને પજવે છે.
ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગસિદ્ધિના બળે ૧૪૦૦ વર્ષ જીવ્યા હતા. મૃત્યુને ચાર વખત તેઓએ પાછું ઠેલવ્યું હતું. તેઓ
સિદ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠાનો મોહ હતો. તેઓએ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાનેશ્વર માટે મત્સર કરવા
લાગ્યા. આ બાળક શું મારા કરતાં પણ વધ્યો? જ્ઞાનેશ્વરને પત્ર લખવાની ઇચ્છા થઈ, તે વખતે જ્ઞાનેશ્વરની ઉંમર સોળ વર્ષની
હતી. ચાંગદેવને થયું કે પત્રમાં જ્ઞાનેશ્વરને માટે શું સંબોધન લખવું? જ્ઞાનેશ્વર ઉંમરમાં પોતાનાથી નાના માત્ર સોળ વર્ષના એટલે
પૂજ્ય તો કેમ લખાય? તેમજ આવા મહાજ્ઞાની પુરુષને ચિરંજીવ એમ પણ લખાય નહિ. પત્રની શરૂઆત જ આ ભાંજગડમાં ન કરી
શકયા તેથી તેમણે કોરો પત્ર જ્ઞાનેશ્વર ઉપર મોકલ્યો. સંતોની ભાષા સંતો જાણી શકે છે. સંતો કોરો કાગળ પણ વાંચી શકે છે.
મુકતાબાઈએ પત્રનો જવાબ લખ્યો, ૧૪૦૦ વર્ષની તમારી ઉંમર થઈ, પરંતુ ૧૪૦૦ વર્ષે પણ તું કોરો ને કોરો રહ્યો.
ચાંગદેવને થયું, જ્ઞાનેશ્વર જેવા પુરુષને મળવું તો જોઇએ, ચાંગદેવને પછી જ્ઞાનેશ્વરને મળવા જવાની ઈચ્છા થઈ.
પોતાની સિદ્ધિઓ બતાવવા તેણે વાઘ ઉપર સવારી કરી અને સર્પની લગામ બનાવી, આ પ્રમાણે તેઓ જ્ઞાનેશ્વરને મળવાને
આવતા હતા.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૩૪
જ્ઞાનેશ્વરને કોઇએ કહ્યું કે ચાંગદેવ વાધ ઉપર સવારી કરી તમને મળવા આવે છે. જ્ઞાનેશ્વરને થયું આ ડોસાને
સિદ્ધિઓનું અભિમાન છે.
ચાંગદેવે પોતાની સિદ્ધઓના અભિમાનથી જ્ઞાનેશ્વરને પત્રમાં પૂજ્ય સંબોધન લખ્યું ન હતું.
તેમને બોધપાઠ આપવા જ્ઞાનેશ્વરે વિચાર્યું, સંત મળવા આવે એટલે તેનું સ્વાગત કરવા સામે તો જવું જોઈએ ને? તે
વખતે જ્ઞાનદેવ ઓટલા ઉપર બેઠા હતા. તેમણે ઓટલાને ચાલવા કહ્યું. પથ્થરનો ઓટલો ચાલવા લાગ્યો ઓટલાને સામેથી
આવતો જોઇ ચાંગદેવનું અભિમાન પીગળી ગયું.
ચાંગદેવે કહ્યું:-મેં તો હિંસક પશુઓને વશ કર્યા છે, ત્યારે આ જ્ઞાનેશ્વરમાં તો એવી શક્તિ છે કે તે જડને પણ ચેતન
બનાવી શકે છે. તે બન્નેનો મેળાપ થયો. ચાંગદેવ જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા.
આ દ્રષ્ટાંત વિશેષમાં બતાવે છે કે હઠયોગથી મનને વશ કરવા કરતાં પ્રેમથી મનને વશ કરવું ઉત્તમ છે. ચાંગદેવ
હઠયોગી હતા. હઠથી, બળાત્કાર થી તેમણે મનને વશ કરેલું. યોગ મનને એકાગ્ર કરી શકે, પણ યોગ મનને-હ્રદયને વિશાળ કરી
શકતું નથી. એટલે ચાંગદેવ જ્ઞાનેશ્વરની ઈર્ષા કરતા હતા. હ્રદયને વિશાળ કરે છે ભક્તિ. ભક્તિથી હ્રદય પીગળે છે. વિશાળ થાય
છે.
મત્સર કરનારનો આ લોક અને પરલોક બન્ને બગડે છે. મનમાં મત્સરને રાખશો નહિ. મનમાં રહેલો મત્સર કાઢશો, તો
મનમોહનનું સ્વરૂપ મનમાં ઠસી જશે.