પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
હ્રદયમાં કોઈ વાસના નહિ રહે તો ભક્તિમાં આનંદ આવશે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને અર્પણ કરવી તે ભક્તિ.
વૈરાગ્ય વગરની ભક્તિ રડે છે. ભોગ ભક્તિમાં બાધક છે. સંયમ અને સદાચારને વધારશો તો ભક્તિમાં આનંદ આવશે.
સુખી થવું હોય તો સંસારના વિષયો સાથે બહુ પ્રેમ ન કરવો. વૈરાગ્યને ઘરમાં જ કેળવો. વૈરાગ્ય વગર જ્ઞાન અને ભક્તિની શોભા
નથી. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે તો સાક્ષાત્કાર થાય છે.
જ્ઞાનમાર્ગમાં ઇન્દ્રિયોનો નિરોધ કરવાનો હોય છે. ભક્તિમાર્ગમાં ઇન્દ્રિયોને પ્રભુ માર્ગમાં વાળવાની છે. સુગંધની ઈચ્છા
થાય, તો ઠાકોરજીને ફૂલ અર્પણ કરી પછી તેની સુવાસ લો.
બ્રહ્મસંબંધને સતત ટકાવવાથી જીવાત્માનું કલ્યાણ થાય છે. વેદો પણ વાસુદેવ ભગવાનનું વર્ણન કરે છે. ઉત્તમમાં
ઉત્તમ તત્ત્વ અદ્વૈત તત્ત્વ છે, જેને શ્રીકૃષ્ણ કહે છે.
લૌકિક વ્યવહાર જ્ઞાનમાં દ્વૈતજ્ઞાતાજ્ઞેય ભેદ છે, પરંતુ ઈશ્વરસ્વરૂપ સંબધીનું જ્ઞાનમાં અદ્વૈત છે. વ્યવહારના સ્વરૂપનું
જ્ઞાન દ્વેતભાવથી ભરેલું છે, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અદ્વૈતભાવથી ભરેલુ છે. વ્યવહારના જ્ઞાનમાં જ્ઞાતા અને જ્ઞેય જુદા છે.
પરમાત્માનું જ્ઞાન થાય એટલે જ્ઞાતા અને જ્ઞેય એક બને છે. સેવા સ્મરણ કરતાં તન્મયતા થાય છે. ઈશ્ર્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર
થાય છે, તેથી તે જીવ ઈશ્ર્વરમાં મળી જાય છે. તે પછી તે એમ કહી શકતો નથી કે હું ઈશ્વરને જાણું છું. એમ પણ કહી શકતો
નથી કે, હું ઇશ્ર્વરને જાણતો નથી.
ખોજા સકલ જહાં મેં પાયા તેરા પતા નહિ, જબ પતા તેરા લગા તો અબ પતા મેરા નહિ.
ગોપી સર્વમાં શ્રી કૃષ્ણને નિહાળી જીવભાવ ભૂલી ગઇ હતી.
લાલી મેરે લાલકી, સબ જગ રહી સમાઇ. લાલી દેખન મૈં ગઈ, મૈ ભી હો ગઇ લાલ.
શ્રુતિ વર્ણન કરે છે કે જ્યાં "હું" રહેતું નથી, ત્યાં જગત્ રહેતું નથી. વૃતિ બ્રહ્માકાર થાય છે.
શ્રીકૃષ્ણના સ્વરૂપનું જેને બરાબર જ્ઞાન થાય તે ઇશ્વરથી જુદો રહી શકતો નથી. સર્વમાં ઇશ્વરને જોનારો પોતે ઈશ્વર
બને છે.
જીવનો જીવભાવ ન જાય ત્યાં સુધી અપરોક્ષાનુભવ ન થાય. આ પ્રમાણે અદ્વૈતનું જ્ઞાન બતાવ્યું. જીવ અને બ્રહ્મનું
અદ્વૈત પછી સિદ્ધ થાય તે પહેલાં શિષ્ય અને ગુરુનું અદ્વૈત થવું જોઈએ. મનથી એક થવાનું છે, શરીરથી નહિ.
શુદ્ધ બ્રહ્મ માયાના સંસર્ગ વિના અવતાર લઇ શકે નહિ. સો ટચનું સોનું એટલું પાતળું હોય છે કે તેમાંથી ઘાટ (દાગીના)
ઘડી શકાય નહિ. ઘાટ ઘડવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે. તેથી પરમાત્મા પણ માયાનો આશ્રય કરી પ્રગટ થાય છે. પણ
ઈશ્વરને તે માયા બાધક થતી નથી. જીવને માયા બાધક થાય છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૩૯
યોગીઓ જેને પરમાત્મા કહે છે, તે પરમાત્માને જે મળે તેનું જીવન કૃતાર્થ થાય છે. ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા
ભગવાનના અવતારોની કથા સાંભળો.
વદન્તિ તત્તત્ત્વવિદસ્તત્ત્વં યજ્જ્ઞાનમદ્વયમ્ ।
બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દયતે ।।
પરમાત્માના ૨૪ અવતારોની કથા પ્રમાણે ધર્મનું સ્થાપન કરવા અને જીવોનો ઉદ્ધાર કરવા પરમાત્મા અવતાર ધારણ કરે
છે. ઠાકોરજીનો અવતાર તમારા ઘરમાં થવો જોઈયે, મંદિરમાં નહિ. માનવ શરીર એ ઘર છે. પ-પાંચ, ર-બે, મા-સાડા ચાર, ૮-
આઠ (અર્ધો ત્), છેલ્લો મા તે સાડા ચાર મળીને ચોવીસ.
ભગવાનના અવતારોની કથા સાંભળવાથી જીવન સુધરે છે. ત્રીજા અધ્યાયમાં, ૨૪ અવતારોની કથા સંક્ષિપ્તમાં કહી છે.
પહેલો અવતાર સનત્ કુમારોનો. તે બ્રહ્મચર્યનું પ્રતીક છે. કોઈ પણ ધર્મમાં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. બ્રહ્મચર્ય વિના મન
સ્થિર રહેવાનું નથી. બ્રહ્મચર્યથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પવિત્ર થાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે.
પહેલુ પગથિયું છે બ્રહ્મચર્ય.
બીજો અવતાર વરાહનો. વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે સત્કર્મ થાય તે દિવસ શ્રેષ્ઠ. સત્કર્મમાં
લોભ વિઘ્ન કરવા આવે છે. લોભને સંતોષથી મારવો. વરાહ અવતાર સંતોષનો અવતાર છે. પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માનો. લોભને
મારી પ્રભુ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો, વરાહ અવતારનું રહસ્ય છે.
ત્રીજો અવતાર નારદજીનો. એ ભક્તિનો અવતાર છે. બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખે તેને નારદ
એટલે ભક્તિ મળે. નારદજી ભક્તિના આચાર્ય છે.
ચોથો અવતાર નર-નારાયણનો. ભક્તિ મળે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય. ભક્તિ દ્વારા ભગવાન મળે છે પણ
ભક્તિ, જ્ઞાન-વૈરાગ્ય વિના હોય તો તે દૃઢ થશે નહિ. ભક્તિ-જ્ઞાન વૈરાગ્ય સાથે આવવી જોઇએ. ભક્તિમાં જ્ઞાન-વૈરાગ્યની
જરૂર છે.