ચાર મહિના, આ પ્રમાણે મેં ગુરુદેવની સેવા કરી. ગુરુજીને ગામ છોડીને જવાનો દિવસ આવ્યો. ગુરુજી હવે જવાના
જાણી, મને દુઃખ થયું.
મેં ગુરુજીને કહ્યું:-ગુરુજી આપ મને સાથે લઈ જાવ. મારો ત્યાગ ન કરો, હું આપને શરણે આવ્યો છું. હું તમારે ઓટલે
પડયો રહીશ. હું તમારું હલકામાં હલકું કામ કરીશ. મને સેવામાં સાથે લઈ જાવ. મારી ઉપેક્ષા ન કરો. ગુરુદેવે વિધાતાના લેખ
વાંચી મને કહ્યું કે તું તારી માતાનો ઋણાનુબંધી પુત્ર છે. આ જન્મમાં તારે તેનું ઋણ ચૂકવવાનું છે. માટે માનો ત્યાગ કરીશ નહિ.
તું તારી માને છોડીને આવીશ તો તારે ફરીથી જન્મ લેવો પડશે. તારી માનો નિઃસાસો અમને ભજનમાં વિક્ષેપ કરશે. તું ઘરમાં જ
રહેજે. ઘરમાં રહીને પણ પ્રભુનું ભજન થઇ શકે છે.
નારદજી કહે છે:-આપે કથામાં એવું કહ્યું હતું ને કે પ્રભુભજનમાં વિઘ્ન કરે તેને છોડવો. પ્રભુના ભજનમાં જે સાથ આપે
તે જ સગો છે. ઈશ્વરના માર્ગે લઇ જાય એ જ સાચા સગાસ્નેહી મારી માતા, જો મારા ભજનમાં વિક્ષેપ કરનારી હોય તો મારે, શું
મારી માતાનો ત્યાગ ન કરવો? મારી માની ઈચ્છા છે કે મને સારી નોકરી મળે. મારું લગ્ન થાય. મારે ત્યાં સંતાન થાય. સંસારી
મા,બાપને એવી ઇચ્છા હોય છે કે પોતાનો પુત્ર પરણીને વંશવૃદ્ધિ કરે. તેમને એવી ઈચ્છા થતી નથી કે મારો પુત્ર પરમાત્મામાં
તન્મય થાય. ભગવતભક્ત થાય. અરે, વંશવૃદ્ધિ તો રસ્તા ઉપરના પશુઓ પણ કરે છે, તેનો અર્થ શો? મારી માં ભજનમાં વિક્ષેપ
કરનારી છે. આપે એક દિવસ કથામાં કહ્યું હતું કે સગાંસ્નેહી પણ જો કથામાં વિક્ષેપ કરનારાં બને, તો તેવા સગાંસ્નેહીઓનો ત્યાગ
કરવો.
મીરાંબાઇને લોકોએ બહુ ત્રાસ આપ્યો ત્યારે અકળાયાં. મીરાંબાઈએ તુલસીદાસજીને પત્ર લખ્યો. હું ત્રણ વર્ષની હતી,
ત્યારથી ગિરધર ગોપાળ સાથે પરણી છું. આ સગાસંબંધીઓ મને બહુ ત્રાસ આપે છે. મારે હવે શું કરવું? તુલસીદાસજીએ
ચિત્રકૂટથી પત્ર લખ્યો, કસોટી સોનાની થાય છે, પીત્તળની નહિ. તારી આ કસોટી છે. જાકે પ્રિય ન રામ વૈદેહી । તજીયે તાહી કોટિ
બૈરી સમ । જદ્યપિ પરમ સનેહિ ।।
જેને સીતારામ પ્યારા ન લાગે, જેને રાધાકૃષ્ણ પ્યારા ન લાગે, એવો જો સગો ભાઈ હોય તો પણ તેનો સંગ છોડી દેવો.
દુ:સંગ સર્વથા ત્યજવા યોગ્ય છે. દુ:સંગ: સર્વથા ત્યાજ્ય ।
મીરાંબાઇએ આ પત્ર વાંચ્યા પછી મેવાડનો ત્યાગ કર્યો, અને વૃન્દાવન ગયાં છે. ભક્તિ વધારવી હોય તો મીરાંબાઈનું
ચરિત્ર વારંવાર વાંચો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૪૬
સંસારી માબાપ પુત્રને પણ સંસારનું જ્ઞાન આપે છે, માના સંગમાં રહીશ તો ભજનમાં વિક્ષેપ થશે.
ગુરુજીએ કહ્યું:-તું માનો ત્યાગ કરે એ મને ઠીક લાગતું નથી. ઠાકોરજી સર્વ જાણે છે. તારા ભજનમાં તારી માં વિધ્ન
કરશે તો ઠાકોરજી કાંઈક લીલા કરશે. ભક્તિમાં વિધ્ન કરનારનો ભગવાન વિનાશ કરે છે. કદાચ તારી માને ઉઠાવી લેશે. અથવા
તારી માની બુદ્ધિ ભગવાન સુધારશે. ઘરમાં રહેજે અને આ મહામંત્રનો જપ કરજે, માનો અનાદર કરીશ નહિ. જપ કરવાથી પ્રારબ્ધ
ફરે છે. જપની ધારા તૂટે નહિ તે ખ્યાલ રાખજે. તનથી માની અને મનથી શ્રીકૃષ્ણની સેવા કરજે.
મેં ગુરુજીને કહ્યું:-આપ જપ કરવાનું કહો છો, પણ હું તો અભણ દાસીપુત્ર છું. જપ શી રીતે કરીશ? જપની ગણત્રી શી
રીતે કરીશ?
ગુરુજીએ કહ્યું:-જપ કરવાનું કામ તારું છે, જપ ગણવાનું કામ શ્રીકૃષ્ણ કરશે. જપ તું કરજે અને ગણશે કનૈયો. જે
પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે, તેની પાછળ પાછળ ભગવાન ફરે છે. મારા પ્રભુને બીજુ કાંઇ કામ નથી, જગતની ઉત્પત્તિ,
સંહાર વગેરેનું કામ માયાને સોંપી દીધું છે. પરમાત્માના નામનો જે જ૫ કરે તેની પાછળ પાછળ પરમાત્મા ફરે છે.
જપની ગણત્રી કરવાની હોય નહિ. જપ ગણશો તો કોઇને કહેવાની ઈચ્છા થશે અને કોઇને સંખ્યા કહેશો તો, થોડો
પુણ્યનો ક્ષય થશે. ગુરુએ મને વાસુદેવ ગાયત્રી મંત્રના ૩૨ લાખ જપ કરવાનું કહ્યું. બત્રીસ લાખ જપ થશે તો વિધાતાના લેખ
પણ ભૂસાશે. પાપનો વિનાશ થશે.