પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
શિષ્યો આજ્ઞા મુજબ, તે વનમાં ગયા. શુકદેવજીનું ચિત્ત આકર્ષવા શિષ્યો તે શ્ર્લોકોનું ગાન કરવા લાગ્યા. શુક્દેવજી
સ્નાન, સંધ્યા કરી સમાધિમાં બેસવાની તૈયારીમાં હતા. જો તેઓ સમાધિમાં બેસી જાય અને સમાધિ લાગી જાય તો શ્લોક તેઓ
સાંભળી શકે નહિ. એટલે શિષ્યો તરત બોલે છે:-
બર્હાપીડં નટવરવપુ: કર્ણયો: કર્ણિકારં બિભ્રદ્ વાસ: કનકકપિશં વૈજયન્તીં ચ માલામ્ ।
રન્ધ્રાન્ વેણોરધરસુધયા પૂરયન્ ગોપવૃન્દૈર્વૃન્દારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ ગીતકીર્તિ:।।
શ્રીકૃષ્ણ ગોપ બાળકો સાથે વૃન્દાવનમાં પ્રવેશ કરી રહ્યા છે, તેમણે મસ્તક ઉ૫૨ મોરમુકુટ ધારણ કર્યો છે અને કાનો
પર કરેણના પીળાં પીળાં પુષ્પો, શરીર પર પીળું પીતામ્બર અને ગળામાં પાંચ પ્રકારના સુગંધિત પુષ્પોની બનાવેલી, વૈજયંતી
માળા પહેરી છે. રંગમંચ ઉપર અભિનય કરતાં શ્રેષ્ઠ નટ જેવો સુંદર વેશ છે. વાંસળીનાં છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી
રહ્યા છે. એમની પાછળ પાછળ ગોપ બાળકો એમની લોકપાવન કિર્તિનું ગાન કરી રહ્યા છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ આ
વૃન્દાવન ધામ એમનાં ચરણચિહ્નોથી વધારે રમણીય બન્યું છે.
મોર શ્રીકૃષ્ણને વહાલો લાગે છે. મોર ઈન્દ્રિયોથી કામસુખ ભોગવતો નથી. સંસારના કામસુખને ભુલનારો જ ઈશ્વરનાં
દર્શન કરી શકે છે, પ્રભુ સાથે મૈત્રી કરવી હોય તો, કામની મૈત્રી છોડવી પડશે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૫૬
જ્ઞાનીઓ લલાટમાં દૃષ્ટિ સ્થિર કરી, ત્યાં બ્રહ્મનાં દર્શન કરે છે. વૈષ્ણવો હ્રદયમાં શ્રી કૃષ્ણનાં દર્શન કરે છે.
શુકદેવજીએ શ્લોક સાંભળ્યો. શ્રી કૃષ્ણનું સ્વરૂપ મનોહર લાગ્યું. શુકદેવજીને ધ્યાનમાં અતિ આનંદ આવે છે. વાહ, મારા
પ્રભુ! તરત નિશ્ચય કર્યો, નિરાકાર બ્રહ્મનું ચિંતન નહિ કરું. હવે સગુણ, સાકારનું ચિંતન કરીશ પણ વિચાર થયો, સગુણ
બ્રહ્મની સેવામાં સર્વ વસ્તુઓની અપેક્ષા રહેશે. કનૈયો માખણ-મિસરી માંગશે, તો હું તે કયાંથી લાવીશ? મારી પાસે તો કાંઈ નથી.
હું નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક. મેં તો લંગોટીનો પણ ત્યાગ કર્યો છે. હું તો સર્વ છોડીને બેઠો છું. આ કનૈયો પ્રેમથી માંગશે તે બધું હું
કયાંથી લાવીશ? શુકદેવજીનાં, મનમાં દ્વિધા ઉત્પન્ન થઇ કે નિરાકારનું ધ્યાન કરું કે સગુણ સાકારનું?
યશોદાના ઘરમાં માખણ કયાં ઓછું હતું? છતાં કનૈયો કહે છે, મા મને ઘરનું માખણ ભાવતું નથી. મને બહારનું માખણ
ભાવે છે, ગોપીઓના માખણમાં નહિ, ગોપીઓના પ્રેમમાં મીઠાશ હતી. ગોપીઓના પ્રેમમાં સ્વાદ હતો.
આ કનૈયો તો, માંગીને પ્રેમથી આરોગે છે. મને કહેશે, માખણ લાવ, મિસરી લાવ, તો હું શું કરીશ? સગુણ, સાકાર
કનૈયો તો બધું માંગશે. આથી સાકાર બ્રહ્મનું ચિંતન નહિ કરું. આ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન જ સારું છે. નિરાકાર બ્રહ્મને કંઈ આપવું
પડતું નથી, તેથી મારા માટે તે જ ઉત્તમ છે. કોઈ ચીજની જરૂર નહિ. આ પ્રમાણે શુકદેવજી વિચાર કરે છે, ત્યાં વ્યાસજીના શિષ્યો
બીજો શ્લોક બોલ્યા.
અહો બકી યં સ્તનકાલકૂટં જિધાંસયાપાયદપ્યસાધ્વી ।
લેભે ગતિં ધાત્ર્યુચિત્તાં તતોऽન્યં કંવા દયાલું શરણં વ્રજેમ ।।
અહો, આશ્ર્ચર્ય છે કે, દુષ્ટ પૂતનાએ સ્તનમાં ભરેલું ઝેર જેમને મારવાની ઇચ્છાથી જ ધવડાવ્યું હતું. તે પૂતનાને તેમણે
એવી ગતિ આપી કે, જે ધાઇને મળવી જોઇએ. એટલે કે તેને સદ્ગતિ આપી. એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ
છે કે જેનું શરણ ગ્રહણ કરીએ? એટલે કે એના જેવો બીજો કોઈ દયાળુ નથી કે જેનું શરણ ગ્રહણ કરી શકાય.