Friday, June 2, 2023

નેટફ્લિક્સે BoAt સાથે મળીને ઇયરબડ્સ સહિત અનેક ઓડિયો પ્રોડક્ટ્સ કરી લોન્ચ, જાણો વિશેષતા

 Netflix ઇન્ડિયાએ ભારતમાં ઘણી ઓડિયો પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. દેશમાં વાયરલેસ ઇયરબડ, હેડફોન અને ઓડિયો પ્રોડક્ટ્સ લોન્ચ કરવા માટે કંપનીએ boAt સાથે જોડાણ કર્યું છે. બંને કંપનીઓએ boAt X Netflix Stream Edition ડિવાઇસ માટે અર્લી બર્ડ્સ માટે સ્પેશિયલ ઑફર્સની પણ જાહેરાત કરી છે.

by AdminK
Netflix India launches wireless earbuds, headphones and more audio products

News Continuous Bureau | Mumbai

નેટફ્લિક્સ હવે માત્ર વિડિયો સ્ટ્રીમિંગ એપ્સ પૂરતું મર્યાદિત નથી. કંપનીએ થોડા સમય પહેલા આ ગેમ લોન્ચ કરી હતી. હવે નેટફ્લિક્સે boAt સાથે ભાગીદારીમાં ભારતમાં ઓડિયો વેરેબલ ડિવાઇસ લોન્ચ કર્યું છે. ટ્રુ વાયરલેસ ઇયરબડ્સ (TWS) ઉપરાંત, તેમાં હેડફોન અને વાયરલેસ નેકબેન્ડનો સમાવેશ થાય છે.

આ Netflix બ્રાન્ડેડ પ્રોડક્ટનું સેલિંગ 20 ડિસેમ્બરથી શરૂ થશે. boAt X Netflix Stream Edition એ ત્રણ લિમિટેડ એડિશન boAt Nirvana 751ANC, Airdopes 411ANC અને Rockerz 333 Pro લોન્ચ કરી છે.

આ ડિવાઇસ હાલમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેનું સેલિંગ 20 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ઇનટ્રસ્ટ ધરાવતા કસ્ટમર આ પ્રોડક્ટ boAtની વેબસાઇટ અથવા એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા Myntra જેવી ઈ-કોમર્સ સાઇટ્સ પરથી ખરીદી શકે છે.

આ સમાચાર પણ વાંચો : દક્ષિણ આફ્રિકાના એક નહીં પણ આટલા જિરાફ અમદાવાદ જમ્બો કાર્ગોમાં હવાઈ માર્ગે લવાયા, ત્યાંથી જામનગર મોકલ્યા

બંને કંપનીઓએ boAt X Netflix Stream Edition ડિવાઇસ માટે અર્લી બર્ડ્સ માટે સ્પેશિયલ ઑફર્સની પણ જાહેરાત કરી છે. boAt X Netflix Stream Edition પ્રોડક્ટ ખરીદનારાને boAt અને Netflix તરફથી મર્ચેડાઇઝ પણ આપવામાં આવશે. અહીં તમને આ પ્રોડક્ટ વિશે વિગતવાર જણાવવામાં આવી રહ્યું છે.

boAt Nirvana 751ANC: 40mm ડ્રાઇવરો સાથે આ વાયરલેસ હેડફોનમાં એક્ટિવ નોઇઝ કેન્સલેશનને પણ સપોર્ટ કરે છે. કંપની આ હેડફોનમાં 65 કલાક સુધીનો પ્લેબેક ટાઇમ આપવાનો દાવો કરે છે. તેની કિંમત 3,999 રૂપિયા રાખવામાં આવી છે.

boAt Airdopes 411ANC: આ ટ્રુ વાયરલેસ સ્ટીરિયો ઇયરબડ્સ ANC સપોર્ટ સાથે આવે છે. તેમાં 10mm ડ્રાઈવર છે. તે ENx ટેકનોલોજી સાથે આવે છે. તે ક્લીયર કૉલ્સ, જેસ્ચર કંટ્રોલ અને 17.5 કલાક સુધીનો પ્લેબેક ટાઇમ પ્રોવાઇડ કરે છે. તેની કિંમત 2,999 રૂપિયા રાખવામાં આવી છે.

Rockers 333 Pro: આ નેકબેન્ડ 10mm ડ્રાઈવર અને ENx ટેક્નોલોજી સાથે આવે છે. તે 60 કલાક સુધીનો બેટરી બેકઅપ મેળવે છે. તેઓ પ્લેબેક ટાઇમના 20 કલાક સુધી સપોર્ટ કરે છે. તેની કિંમત 1,699 રૂપિયા રાખવામાં આવી છે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous