Wednesday, March 29, 2023

Royal Enfield એ Interceptor 650 અને Continental GT 650નું એલોય વ્હીલ વર્ઝન લોન્ચ કર્યું, જાણો એન્જિન અને ડિઝાઇનની સંપૂર્ણ વિગતો

Royal Enfield Interceptor 650 અને Royal Enfield Continental GT 650 ના એલોય વ્હીલ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યા છે. રોયલ એનફિલ્ડે આ બંને બાઇકને ઘણી શાનદાર અને અપડેટેડ ફીચર્સથી સજ્જ કરી છે. ઇન્ટરસેપ્ટર 650 અને કોન્ટિનેંટલ GT 650 એલોય-વ્હીલ વર્ઝનમાં ઓલ-બ્લેક પેઇન્ટ સ્કીમ છે. એન્જિન, ડ્યુઅલ એક્ઝોસ્ટ સિસ્ટમ, મિરર્સ, ફ્રન્ટ ફોર્ક અને હેન્ડલબાર ઓલ ઇન બ્લેકમાં છે.

by AdminH
Royal Enfield 650 Interceptor 650, Continental GT 650 with alloy wheels to launch by mid-March

News Continuous Bureau | Mumbai

પોપ્યુલર મોટરસાઇકલ ઉત્પાદક Royal Enfield એ તેની બે બાઇક Royal Enfield Interceptor 650 અને Royal Enfield Continental GT 650નું એલોય વ્હીલ વર્ઝન લોન્ચ કર્યું છે. રોયલ એનફિલ્ડે આ બંને બાઇકમાં ઘણા અપડેટ ફીચર્સ ઉમેર્યા છે. ચાલો જાણીએ આ બંને બાઇક ના ફીચર્સ અને કિંમતો સંબંધિત તમામ વિગતો.

બંને બાઈક ઓલ-બ્લેક પેઈન્ટ સ્કીમ કલરમાં બનાવવામાં આવી

રોયલ એનફિલ્ડે આ બંને બાઇકને ઘણી શાનદાર અને અપડેટેડ ફીચર્સ થી સજ્જ કરી છે. ઇન્ટરસેપ્ટર 650 અને કોન્ટિનેંટલ GT 650 એલોય-વ્હીલ વર્ઝનમાં ઓલ-બ્લેક પેઇન્ટ સ્કીમ છે. એન્જિન, ડ્યુઅલ એક્ઝોસ્ટ સિસ્ટમ, મિરર્સ, ફ્રન્ટ ફોર્ક અને હેન્ડલબાર બધું જ કાળા રંગના છે. આ બાઇક યુકે ઓટોમોબાઇલ માર્કેટમાં બાર્સેલોના બ્લુ અને બ્લેક રે કલર વિકલ્પોમાં પણ ઉપલબ્ધ છે. બીજી તરફ કોન્ટિનેંટલ જીટી 650, સ્લિપસ્ટ્રીમ બ્લુ અને એપેક્સ ગ્રેમાં ઓફર કરવામાં આવે છે. આ બંને બાઈકમાં એલોય વ્હીલ્સ પણ બ્લેક કલર સાથે રજૂ કરવામાં આવ્યા છે.

બંને બાઇકની ડિઝાઇન

Royal Enfieldએ તેની નવી અપડેટેડ બાઇકને રાઉન્ડ LED હેડલાઇટથી સજ્જ કરી છે જે તેને ક્લાસિક લુક આપે છે. આ સિવાય આ બંને બાઇકમાં સ્વીચગિયરની ડાબી બાજુએ USB ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યું છે. સ્વીચગિયરની વાત કરીએ તો, ઈન્ટરસેપ્ટર 650 અને કોન્ટિનેંટલ GT 650 પણ એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ અને લો અને હાઈ બીમને કંટ્રોલ કરવા માટે રાઉન્ડ ડાયલ સ્વીચથી સજ્જ છે.

આ સમાચાર પણ વાંચો :  Honda City 2023 ભારતમાં લોન્ચ, કિંમત 11.49 લાખ રૂપિયા, જાણો શું છે ખાસ

જાણો એન્જિન વિશે તમામ વિગત

Ryan Enfieldએ આ બંને બાઇકને ખૂબ જ પાવરફુલ એન્જિનથી સજ્જ કરી છે. ઇન્ટરસેપ્ટર 650 અને કોન્ટિનેંટલ GT 650 એલોય વ્હીલ વર્ઝનનું પાવરિંગ એ 648cc, એર/ઓઇલ-કૂલ્ડ, પેરેલલ-ટ્વીન SOHC એન્જિન છે જે 7,250rpm પર 47PS અને 5,550rpm પર 52.3Nm ટોર્ક જનરેટ કરે છે. આ મોટર છ-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ બંને બાઈક ના એલોય વ્હીલ્સ વર્ઝનને યુકેમાં લોન્ચ કર્યા છે. આ બંને બાઇક ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થાય તેવી શક્યતા છે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous