Samsung Galaxy M34 5G: Samsung Galaxy M34 5G ફોન ભારતમાં થયો લોન્ચ, મળશે 6000mAh બેટરી સાથે પાવરફુલ ફીચર્સ, જાણો કિંમત..

Samsung Galaxy M34 5g Launched With 6000mah Battery At Price 16999 rs Know Specs

News Continuous Bureau | Mumbai

Samsung Galaxy M34 5G: અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે(Samsung) હાલમાં જ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં રહેલો Samsung Galaxy M34 5G આખરે ભારતમાં લોન્ચ થઈ ગયો છે. Samsung Galaxy M34 5G ની કિંમત માત્ર 16,999 રૂપિયા છે. ફોન ત્રણ કલર વિકલ્પોમાં આવે છે જેમ કે પ્રિઝમ સિલ્વર, મિડનાઈટ બ્લુ અને વોટરફોલ બ્લુ. આ ફોન એમેઝોન અને સેમસંગની ઓફિશિયલ સાઈટ પર વેચવામાં આવશે. આ ફોન 16 જુલાઈ, 2023થી ખરીદી શકાશે. તે પહેલા તમે રૂ.999 ચૂકવીને હવે બુક કરી શકો છો.

Samsung Galaxy M34 5G ના ફીચર્સ(Features)

Samsung Galaxy M32 5Gમાં 6.5-ઇંચની AMOLED ડિસ્પ્લે છે. ફોન ફુલ એચડી પ્લસ સ્ક્રીન રિઝોલ્યુશન સપોર્ટ સાથે આવશે. ફોન 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોનની ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ દ્વારા સુરક્ષિત છે.

કેમેરા સેટઅપ કેવું છે?(Camera setup)

ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 50MP ઇમેજ સેન્સર છે, જે OIS સપોર્ટ સાથે આવે છે. ફોનના આગળના ભાગમાં સેલ્ફી માટે 8MP અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા છે. ફ્રન્ટમાં 12MP કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : NCP Political Crisis: શરદ પવારે કર્યો ખુલાસો, કહ્યું-ભાજપ સરકારમાં જોડાવા માટે એક વખત નહીં પણ ત્રણ વખત થઈ હતી વાત, જાણો કેમ નહોતી બની વાત..

ફોન પરફોર્મન્સ

જો પરફોર્મન્સ વિશે વાત કરીએ તો ફોન Exynos 1280 SoC ચિપસેટ દ્વારા સપોર્ટેડ છે. આ ફોન બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેનું એક વેરિઅન્ટ 6GB રેમ અને 128GB સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે. જ્યારે બીજું વેરિઅન્ટ 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. ફોન એન્ડ્રોઇડ 13 પર ચાલે છે. સૌથી સારી વાત એ છે કે ફોનમાં 5 વર્ષ માટે સોફ્ટવેર અને સિક્યુરિટી અપડેટ્સ મળશે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે પાવર બેકઅપ માટે ફોનમાં 6000mAh બેટરી છે. ફોન 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે.