News Continuous Bureau | Mumbai
મુસાફરોની સુવિધા માટે અને મુસાફરીની માંગણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે(Western railway)એ વિશેષ ભાડા પર બે જોડી વિશેષ ટ્રેનો(2 pairs of special trains)ની ટ્રિપ્સ(trips) લંબાવી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 09435 અમદાવાદ – ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ, જે અગાઉ 28મી જાન્યુઆરી, 2023 સુધી સૂચિત હતી, તેને 4 ફેબ્રુઆરીથી 25મી માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09436 ઓખા – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ, જે અગાઉ 29મી જાન્યુઆરી, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને 5મી ફેબ્રુઆરીથી 26મી માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : CAITના સૂચન પર, સમગ્ર દેશમાં એક હજારથી વધુ જાહેર સ્થળોએ કેન્દ્રીય બજેટનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.
2. ટ્રેન નંબર 09007 વલસાડ – ભિવાની સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 23મી ફેબ્રુઆરી, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને 2જી માર્ચથી 30મી માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09008 ભિવાની – વલસાડ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 24મી ફેબ્રુઆરી, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને 03મી માર્ચથી 31મી માર્ચ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 09435, 09436 અને 09007 ની વિસ્તૃત મુસાફરી માટે બુકિંગ 30 જાન્યુઆરી, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. સ્ટોપેજ અને કનેક્શન સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : તમે ક્યારેય નહીં ખાધા હોય એવા બાજરી ના લોટ ના ચીલા , ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સોફ્ટ ,જાણો બનાવવાની રીત
Join Our WhatsApp Community