News Continuous Bureau | Mumbai
ખાસ કરીને આદિવાસી વિસ્તારોની ( forest food ) અંદર ફેમસ એવા દાલ પાનિયા ( Dal paniya ) વાનગી ( receipe ) વધુ ખવાતી હોય છે. આ પરંપરાગત વાનગી છે. ગુજરાતની એક વિશેષ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિમાં ગજબનું વૈવિધ્ય છે. ભાષા, બોલી, પહેરવેશ અને ખાનપાનનું આ વૈવિધ્ય માણવા જેવું છે. તો ચાલો, માણીએ આદિવાસી જિલ્લા દાહોદ જિલ્લાના ( Dahod ) ભોજનના વૈવિધ્યને.
દાહોદના ધાનપુર તાલુકાનું મેનપુર ગામ કે અહીં મોટાભાગે આદિવાસીઓની વસ્તી છે. આ આદિવાસી બાંધવોએ આજે પણ તેમની સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. આદિવાસીઓની ભોજન સંસ્કૃતિના આવા જ એક સંવર્ધક છે દિનેશભાઈ રાઠોડ. તેઓ પરંપરાગત રીતે બનતા વનભોજન ‘દાલ પાનિયા’ બનાવવામાં પારંગત છે. કેવી રીતે બને છે દાલ પાનિયા?.
દાલ પાનિયા સામાન્ય રીતે શિયાળામાં બને છે. આદિવાસીઓ વિવિધ પ્રસંગોમાં તે લહેજતથી માણે છે. અહીં આવતા પર્યટકો પણ આ આદિવાસી વ્યંજનનો આનંદ જરુરથી ઉઠાવે છે. ખાસ કરીને આ વાનગી ત્યાં ખૂબ ખવાય છે. મોટી સંખ્યામાં આ વાનગીની લિજ્જત લોકો માણતા હોય છે.
આ સમાચાર પણ વાંચો: શિયાળા સ્પેશિયલ: ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રીમી બ્રોકલી બદામ સૂપ, નોંધી લો બનાવવાની રેસીપી
આ સામગ્રીનો થાય છે ઉપયોગ
2 કપ – મકાઈનો લોટ
1 કપ – દૂધ લોટ બાંધવા
1 ટીસ્પૂન – તેનો પ્રયાસ કરો
2 ચમચી – ખાંડ
મીઠું – સ્વાદ મુજબ
2-3 ચમચી – તેલ
દાળ માટે:-
1 વાટકી – અડદની દાળ
3 ચમચી – આદુ મરચા લસણની પેસ્ટ
1 ચમચી – મરચું
1 ટીસ્પૂન – કોથમીર
અડધી ચમચી – હળદર
મીઠું – સ્વાદ મુજબ
તેલ – ડ્રેસિંગ માટે
1 ટીસ્પૂન – જીરું
1/2 ટીસ્પૂન – હિંગ
આ છે રીત
મકાઈના કરકરાના લોટમાં દૂધ, ઘી, મીઠું અને જીરું ઉમેરીને ચીકણો લોટ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ તેને નાના ગોળાકાર લુઆ બનાવવામાં આવે છે અને આકડાના પાનમાં મૂકવામાં આવે છે અને ખાસ અડિયા છાણા પર બંને બાજુથી શેકવામાં આવે છે. અડદની દાળને ચુલા પર ફોતર સાથે ઉકાળવામાં આવે છે અને દાળને આખા ગરમ મસાલા સાથે અલગથી તૈયાર કરેલા દેશી ટામેટાં, આખું લસણ, ધાણા અને લસણ, આદુ અને લાલ મરચાં સાથે મિક્સ કરવામાં આવે છે. બાફેલી દાળમાં વાઘારી અલગથી ઉમેરવામાં આવે છે. ત્યારબાદ લાલ ચટણી સૂકા મરચાં, લસણ, જીરું, આદુ અને આખા ધાણાને ભેળવીને તૈયાર કરવામાં આવે છે.
Join Our WhatsApp Community