એમ તો કોઈ પણ પ્રકારના પરાઠા ગમે ત્યારે આપણે બધા ઉત્સાહથી ખાઈએ છીએ. ત્યારે મેથીના પરાઠા તો આપણા સૌને પસંદ આવે છે. ત્યારે આજે આ પરાઠામાં એક અનોખો ટ્વીસ્ટ આપ્યો છે. નવી રીતે ટેસ્ટી પરાઠા બનાવવાની રીત લઈને આવ્યા છીએ. તો નોંધી લો મેથી પનીર પરાઠા બનાવવાની આ સરળ રીત અને આજે જ બનાવો –
સામગ્રી
1/2 કપ લોટ
1/2 કપ મેથીના પાન
1/2 કપ પનીર, છીણેલું
1/2 કપ ડુંગળી, સમારેલી
1 ચમચી આદુ લસણની પેસ્ટ
જરૂર મુજબ તેલ
1 ચમચી ગરમ મસાલો
સ્વાદ અનુસાર મીઠું
1 ચમચી લાલ મરચું પાવડર
1 ટીસ્પૂન જીરું પાવડર
1 લીલું મરચું, સમારેલું
1 ચમચી ધાણા પાવડર
આ સમાચાર પણ વાંચો : Healthy Breakfast: લીલા ચણા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, નાસ્તામાં મસાલેદાર ચાટ બનાવો….
રીત
એક બાઉલમાં લોટ લો, તેમાં મીઠું અને તેલ નાખીને મિક્સ કરો. પાણી ઉમેરીને નરમ લોટ બાંધો અને તેને બાજુ પર રાખો. આ પછી બીજા બાઉલમાં મેથી, પનીર, મીઠું અને બધા મસાલા ઉમેરીને ફિલિંગ તૈયાર કરો. હવે થોડો કણક લો અને તેને એક બોલ બનાવીને સ્ટફિંગને વચ્ચે મૂકો અને લોટને બધી બાજુથી ભેગો કરીને ફરીથી રોલ કરો. પછી તેને વણીને લો અને એક તવીને ગરમ કરીને તેને બંને બાજુએથી તેલ લગાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. તૈયાર છે મેથી પનીર પરાઠા, દહીં કે લીલી ચટણી સાથે તેને સર્વ કરી શકો છો.