News Continuous Bureau | Mumbai
શિયાળા માં શરીર ને અંદર થી ખૂબ ગરમ રાખવા માં મદદ કરે છે ને કઢી અલગ અલગ પ્રકારની બનાવી ને તમે રોજ નું એક અલગ સ્વાદ ને શાક સાથે તૈયાર કરી સર્વ કરી શકો છો તો આજ આપણે એક એવા જ નવા શાક સાથે કઢી બનાવતા શીખીશું
લીલી ડુંગળી ની કઢી બનાવવા જરૂરી સામગ્રી
દહી1કપ
લીલી ડુંગળી 250 ગ્રામ
બેસન 3 ચમચી
હળદર 1/2 ચમચી
લાલ મરચાનો પાઉડર 1/2 ચમચી
ધાણા જીરું પાઉડર 1 ચમચી
હિંગ 4 ચમચી
લસણની પેસ્ટ 1 ચમચી
મેથી દાણા 1/2 ચમચી
લીલા મરચા સુધારેલા 2-3
ઘી / તેલ 3-4 ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાણી 2-3 કપ
આ સમાચાર પણ વાંચો: હેલ્થ ટીપ્સ- શિયાળામાં ઘરે જ બનાવો ભરેલી દુધીનું શાક, બાળકોને મળશે પ્રોટીન..
ડુંગળી ની કઢી ના બીજા વઘાર માટેની સામગ્રી
સૂકા લાલ મરચા 1-2
જીરું 1 ચમચી
કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત
લીલી ડુંગળી ની કઢી બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને છોલી સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એનો સફેદ ભાગ અલગ ને લીલા પાંદડા અલગ અલગ ઝીણા ઝીણા સુધારી લ્યો અને સાથે લીલા મરચા મોટા સુધારી એક બાજુ મૂકો અને દહી ને જેરી એમાં બેસન સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં પાણી નાખી ફરી જેણી થી બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ બે ચમચી અલગ કાઢી બાકી નો નાખો ને મિક્સ કરી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં બેસન છાસ નું મસાલા વાળુ મિશ્રણ નાખો ને ફૂલ તાપે હલાવતા રહો જ્યાં સુંધી એમાં ઉભરો ના આવે જેવો કઢી માં ઉભરો આવે ગેસ ધીમો કરી નાખી ને દસ પંદર મિનિટ કઢી ને ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો કઢી દસ મિનિટ ઉકળી જાય એટલે એમાં લીલી ડુંગળી ના પાંદડા નાખી મિક્સ કરી ઉકળવા દયો કઢી વીસેક મિનિટ ઉકળે અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો
આ સમાચાર પણ વાંચો: શું તમે ક્યારેય પારલેજી બિસ્કીટમાંથી બનેલા લાડુ ખાધા છે? આ વાયરલ રેસિપી એકવાર જરૂર ટ્રાય કરો
Join Our WhatsApp Community