News Continuous Bureau | Mumbai
શ્રી કેદારનાથ ધામ ની યાત્રાની શરૂઆત થઈ રહી છે ત્યારે યાત્રાના પ્રથમ દિવસે જ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ હેલિકોપ્ટરના પંખામાં માથું આવી જતા થયું છે. વાત એમ છે કે ઘડવાલ વિકાસ મંડળ લિમિટેડના હેલીપેડ પર બપોરે અકસ્માત સર્જાયો હતો. આ સમયે અમિત સૈની હેલીકોપ્ટરમાં બેસવા ગયા ત્યારે તેઓ ટેલ રોટરમાં આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં સૈનીના ગળામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેઓનું મોત થયું હતું.
સૈની યુકાડામાં ફાઈનાન્સ કંટ્રોલર હતા
35 વર્ષિય અમિત સૈની ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (યુકાડા)માં ફાઈનાન્સ કંટ્રોલર તરીકે ફરજ બજાવતા હતા અને કેદારનાથ યાત્રા શરૂ થયા પહેલા હેલિકોપ્ટર સેવાઓ સાથે જોડાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા સ્થળ પર પહોંચેલી ટીમમાં સામેલ હતા.
હવે આ મૃત્યુ થવાને કારણે શ્રી કેદારનાથ ધામ યાત્રા પર વધારે ચાંપતી નજર રખાઈ રહી છે.