News Continuous Bureau | Mumbai
વધતી ઉંમરની સાથે શરીર વધુ નબળું થવા લાગે છે અને બીમારીઓ વધે છે. જેને કારણે અનેકવાર લોકોને ઇમરજન્સી સારવારની જરૂર પડે છે. પરંતુ અમેરિકન જર્નલ ઑફ મેનેજ્ડ કેરમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર 22% વૃદ્ધો મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં ખર્ચ બચાવવા માટે હોસ્પિટલ જવાનું ટાળે છે.
તેને બદલે ઘરે રહેવાનું વધુ પસંદ કરે છે. 50-60ની ઉંમરના લોકો, મહિલાઓ તેમજ જેમની પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ નથી અથવા જેમનો પગાર 30 હજાર ડોલરથી ઓછો છે તેઓ ઘરે સારવારના વધુ ખર્ચને કારણે આ વલણ અપનાવી રહ્યા છે. ત્યાં સુધી કે જે લોકોને મેડિકલ ઇમરજન્સી નથી તેઓ પણ ખર્ચ વિશે ચિંતિત રહે છે. 50થી 80 વર્ષના 2074 વૃદ્ધો પર થયેલા આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 5માંથી 4 વૃદ્ધ ઇમરજન્સીમાં સારવારની કિંમત વિશે વિચારીને પરેશાન રહે છે. તેમાંથી 35% લોકો ઓછા પરેશાન તેમજ 45% વધુ ચિંતિત રહે છે. 18%ને લાગે છે કે તેઓ સારવારનો ખર્ચ નહીં ઉઠાવી શકે. ઇમરજન્સીની જરૂર હોય તેવા અનેક વૃદ્ધો સારવાર જ ટાળે છે અથવા વચ્ચે જ સારવાર છોડે છે. લોકો તેને કારણે સારવારના અભાવથી અનેક વૃદ્ધોની હાલત નાજુક છે. કોરોનાની અસર તેમજ ટેક્સાસ ફ્લોરિડા સહિત એક ડઝનથી વધુ રાજ્યો દ્વારા દરેક ઓછી આવક ધરાવતા લોકો માટે મેડિકેર સર્વિસ ન વધારવાને કારણે લાખો લોકો ઇમરજન્સી સારવાર માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો: આવક / લિયોનલ મેસીની કમાણી જાણી ઉડી જશે તમારા હોશ, ઘણા દેશોના બજેટ કરતા પણ વધુ
હેલ્થ ઇન્શયોરન્સ લેનારા લોકોની સંખ્યા ઓછી છે. 35% લોકો મેડિકલ ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ નથી તેવું માને છે. વીમો લીધા બાદ પણ અનેક લોકો અજાણ છે કે વીમા કવરમાં ઇમરજન્સી સેવા પણ સામેલ છે. ‘નો સરપ્રાઇઝ એક્ટ’ પણ લાગુ કરાયો છે.