ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑક્ટોબર, 2021
શનિવાર
જૂની કાર ખરીદવા ગયેલા પોલીસકર્મીએ સીધા કારના માલિક સાથે લગ્ન કર્યા. પરંતુ બે વર્ષ બાદ આ બાબતનું સત્ય સામે આવ્યું.
આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે બની હતી. અહીં રહેતા એક પોલીસ ઇન્સ્પેક્ટર સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માંગતા હતા. તેણે 2019 માં OLX પર કારની જાહેરાત જોઈ અને તે આપેલ સરનામે કાર જોવા ગયો.
કાર એક મહિલાની હતી. તેણીને જોતાની સાથે જ પોલીસકર્મી તે મહિલાના પ્રેમમાં પડી ગયો. મહિલાએ તેને એમ પણ કહ્યું કે તે ઉચ્ચ જાતિની અને અપરિણીત છે. તેણે કાર ખરીદવાનો ઈરાદો બદલી દીધો અને તેની સાથે લગ્ન કરી લીધા.
લગ્ન પછી બે વર્ષ સુધી પોલીસકર્મીને કંઈ જાણવા મળ્યું નહીં. પરંતુ, એક દિવસ તેને તે મહિલા પર શંકા ગઈ, તેથી તેણે તપાસ કરી તો તેને એક સત્ય હકીકત જાણવા મળી. તે જાણીને તેની નીચેથી જમીન સરકી ગઇ.
કારણકે તેણે જે સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા તે પહેલેથી પરિણીત હતી અને તેણીએ છૂટાછેડા લીધેલ હતા અને તેને આઠ વર્ષનો પુત્ર હતો. પોલીસે તેના છૂટાછેડા લીધેલા પતિની મુલાકાત વખતે તેણીને જોઇ હતી તેથી તેણે શંકાના આધારે તેની શોધ કરી હતી.
પોલીસને જાણ થતાં જ મહિલા તેના સામાન સાથે ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી. પોલીસે તેની સામે ફરિયાદ નોંધી છે. આ કેસ હાલ કોર્ટમાં છે અને મહિલાને નોટિસ આપવામાં આવી છે.