હવે ખ્રિસ્તી સમાજ પણ ભડક્યો, બિશપે કહ્યું : મુસલમાનો ખ્રિસ્તી છોકરીઓને ટાર્ગેટ કરી રહ્યા છે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021

શનિવાર

દિવસે ને દિવસે લવ જિહાદનો મુદ્દો વધુ ને વધુને વકરી રહ્યો છે. હિંદુ ધર્મની છોકરીઓને પ્રેમમાં ફસાવીને તેને મુસ્લિમ ધર્મમાં વટલાવવાના બનાવ વધી રહ્યા છે, ત્યાં હવે ખ્રિસ્તી ધર્મની છોકરીઓને પણ પ્રેમમાં ફસાવીને તેમને વટલાવી આતંકવાદમાં ઘસેડવામાં આવતી હોવાની ચોંકાવાનારી વિગત બહાર આવી છે. હાલમાં જ કેરળમાં કૅથલિક બિશપે રાજ્યમાં ખ્રિસ્તી યુવતીઓને મોટા પ્રમાણમાં લવ જિહાદ અને નાર્કોટિક જિહાદમાં ફસાવવામાં આવી રહી હોવાનું ચોંકવનારું નિવદેન આપતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે કહ્યું હતું કે જ્યાં હથિયારોનો ઉપયોગ થતો નથી, ત્યાં ચરમપંથીઓ અન્ય ધર્મની યુવતીઓને ફોસલાવીને બરબાદ કરી રહ્યા છે. જિહાદી પ્રેમ અને યેન કેન પ્રકારેણ બીજા ધર્મની મહિલાઓનો દુરપયોગ કરીને આતંકી ગતિવિધિઓમાં તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમનો ઉદેશ્ય પોતાના ધર્મનો ફેલાવો કરવાનો અને ગેરમુસ્લિમોને ખતમ કરી નાખવાનો છે. ચરમપંથીઓની આ યુદ્ધની રણનીતી છે.

કમાલ છે! કેવી અક્કલ ચાલે છે દાણચોરીની, દાંત જ સોનાના કરાવ્યા, પકડાયો, જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત

સાયરો માલાબાર ચર્ચ સાથે જોડાયેલા પાલા બિશપ માર જોસેફે કલ્લારનગટ્ટે એવો પણ આરોપ કર્યો હતો કે લવ જિહાદ હેઠળ ગેરમુસ્લિમ યુવતીઓ ખાસ કરીને ખ્રિસ્તી ધર્મની યુવતીઓને પ્રેમની જાળમાં ફસાવીને તેમનું ધર્માંતર કરવામાં આવી રહ્યું છે.આ યુવતીઓનું શોષણ કરવામાં આવે છે તેમ જ આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *