વધુ સમાચાર

સફળતાની વાર્તા :  પિતા પાસેથી પ્રેરણા લઈને પુત્રી અને પતિના પગલે ચાલીને પત્ની બની ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ

Sep, 15 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર


દેશમાં સીએનાં અંતિમ પરિણામ જાહેર થયાં છે. એમાં અનેક યુવાનોએ સફળતા મેળવી છે. એક પુત્રી પિતા પાસેથી પ્રેરણા લઈને ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ બની. જ્યારે એક પત્નીએ તેના સીએ પતિના ડગલે ડગલે ચાલીને પોતાનું સપનું પૂરું કર્યું છે. જાણીએ બન્નેની સફળતા વિશે.

 દહેરાદૂનના જાણીતા ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ રજનીશ જૈનની દીકરી પિતા પાસેથી  પ્રેરણા લઈને ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ બની ગઈ છે. સૌમ્યે બારમા ધોરણમાં ૯૬ ટકા મેળવ્યા હતા. બાળપણથી જ પિતા જેવા સીએ બનવાનું તેનું સપનું હતું.

ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાયાં, રસ્તા પર આવી ગયો મગર; જુઓ વીડિયો

બીજી એક દહેરાદૂન નિવાસી તનુ રાવતે પણ સાબિત કરી બતાવ્યું છે કે મહેનતનું ફળ એક દિવસ મળે જ છે. વર્ષ ૨૦૧૦માં તેણે બારમા ધોરણમાં ૭૬ ટકા  લાવ્યા હતા. ત્યાર બાદ બી.કોમ. અને એલએલ.બી. જેવા કોર્સ કર્યા હતા. જોકે તેનું સપનું સીએ બનવાનું હતું તેથી આટલાં વર્ષ તેણે સતત પ્રયત્નો કર્યા. આ વર્ષે તેની મહેનતની રંગ લાવી અને સોમવારે જાહેર થયેલા સીએ ફાઇનલ રિઝલ્ટમાં તેનું સ્વપ્ન પૂર્ણ થયું છે. તેના પતિ શશાંક રાવત પણ સીએ છે. તેણે જણાવ્યું હતું કે તેના પરિવારજનોએ પરીક્ષા દરમિયાન ખૂબ સપોર્ટ કર્યો હતો.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )