ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
જ્યારે કોઈને ઓછું સંભળાય ત્યારે તેની ગણતરી બહેરામાં કરવામાં આવે છે. બહેરાપણાની શરૂઆત ખૂબ જ હળવી છે, પછી ધીમે-ધીમે તે બહેરાશ જેવી ગંભીર સમસ્યા તરીકે ઊભરી આવે છે. જો તમે મોટેથી બોલી રહ્યા હો ત્યારે પણ સાંભળવા માટે સંઘર્ષ કરો છો, તો તમને સાંભળવાની સમસ્યા હોઈ શકે છે. બહેરાપણું માટે ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે કપાળ પર ઈજા, કાન પાકી જવો અથવા કાનનો કોઈ પણ પ્રકારનો રોગ વગેરે.
પરંતુ સામાન્ય દિનચર્યામાં કેટલીક બાબતો એવી હોય છે, જે કરતી વખતે જો તમે ધ્યાન ન રાખો તો તમે બહેરાશનો શિકાર બની શકો છો. ચાલો, બહેરાપણાનાં આ કારણો વિશે જાણીએ.
1. ઇયરફોનમાંથી સતત ઊંચા અવાજમાં સંગીત સાંભળવું. મોટો અવાજ કાનના ડ્રમને નુકસાન પહોંચાડે છે અને એને પાતળો કરે છે. જોર-જોરથી ઇયરફોનનો સતત ઉપયોગ તમને બહેરાશનો શિકાર બનાવી શકે છે.
2. ઘણા લોકો ઘરે કાન સાફ કરવાનો પ્રયત્ન કરે છે. આ માટે તેઓ કાનમાં હેરક્લિપ્સ, સેફ્ટી પિન, મૅચસ્ટિક વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓ નાખે છે. આ કાન માટે નુકસાનકારક છે. આમ કરવાથી તમે બહેરાશનો શિકાર પણ બની શકો છો.
વાહ! આ દશેરાએ કારના વેચાણમાં ત્રણ ટકાનો વધારો : ૨૦૧૯ની સાલ કરતાં પણ વધુ વેચાણ; જાણો વિગત
3. ડૉકટરની સલાહ લીધા વગર પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સ વગેરે લેવાથી પણ સાંભળવાની તકલીફ ઊભી થઈ શકે છે.
4. પોતાના વાહનમાં પ્રેશર હૉર્નનો ઉપયોગ કરવાથી પણ બહેરાશ આવી શકે છે.
5. DJ અને પબમાં કાનના પડદા તોડી નાખે એવો અવાજ સંભળાય છે. લાંબા સમય સુધી અહીં રહીને, આવા મોટા અવાજ તમારા કામમાં સતત જાય છે, તો એ આગળ જતાં બહેરાશનું કારણ બની શકે છે.