ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022
સોમવાર
આદુનું નામ સાંભળતા જ ગરમા-ગરમ ચા યાદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આદુ માત્ર ચાનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ કાચું આદુ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. કારણ કે કાચા આદુમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.આદુમાં વિટામિન A, વિટામિન B, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણ છે કે આદુ ખાવા માત્ર થી જ અનેક પ્રકારની બીમારીઓ ને દૂર કરી શકાય છે. આપણે બધા જાણીએ છીએ કે કાચું આદુ ખાવાથી શરદી, ખાંસી,જેવા વાયરલ ઈન્ફેક્શન ઘણા હદ સુધી ઓછા થઈ જાય છે, તેથી ચાલો જાણીયે કાચું આદુ ખાવાના સ્વાસ્થ્ય લાભો વિશે.
1. માઈગ્રેનના દુખાવામાં રાહત
કાચું આદુ માઈગ્રેનના દુખાવામાં ખૂબ જ અસરકારક છે. જો કોઈને માઈગ્રેનના દુખાવાની ફરિયાદ હોય તો તેણે દરરોજ કાચું આદુનું સેવન કરવું જોઈએ. આ સિવાય જો તમે થાક અનુભવતા હોવ તો પણ આદુ થાકને દૂર કરવામાં મદદ કરી શકે છે.
2. પેટ માટે ફાયદાકારક
કાચું આદુ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. આદુ પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ સિવાય જો કોઈને પેટમાં દુખાવો કે ખેંચાણની ફરિયાદ હોય તો તેના માટે આદુ એક રામબાણ ઈલાજ છે. તેથી, તમે તમારા આહારમાં આદુનો સમાવેશ કરી શકો છો.
3. બ્લડપ્રેશર નિયંત્રિત રહેશે
મોટાભાગના લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે. આવી સ્થિતિમાં કાચું આદુ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદથી પરેશાન છો તો કાચા આદુનું સેવન અવશ્ય કરો. તે તમારા બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
4. કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે-
કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં કાચા આદુને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આદુ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડી શકાય છે. તેથી જો તમને કોલેસ્ટ્રોલની ફરિયાદ છે, તો તમે દરરોજ તમારા આહારમાં કાચા આદુનો સમાવેશ કરી શકો છો.