ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
જો મનુષ્યને ઘરેબેઠાં દુનિયા જાણવી હોય તો તે સોશિયલ મીડિયા પર આજે જાણી શકે છે, કેમ કે સોશિયલ મીડિયા વિચિત્ર સમાચારોનો ભંડાર છે. અહીં તમને અવારનવાર એવા સમાચાર મળશે જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. આજકાલ કેનિયા સાથે સંબંધિત એક સમાચાર વાઇરલ થયા છે, જેના વિશે જાણીને લોકો સ્તબ્ધ થઈ રહ્યા છે.
વાત જાણે એમ છે કે કેનિયાનો એક માણસ 37 વર્ષની ઉંમરે અચાનક ગાયબ થઈ ગયો. લોકોને તેના વિશે કશું જ ખબર નહોતી, પરંતુ જ્યારે તે 47 વર્ષ બાદ પોતાના ઘરે પરત ફર્યો ત્યારે તેને આવા ચોંકાવનારા સમાચાર મળ્યા કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
કેનિયાના કાકામેગાના એક ગામમાં રહેતા 84 વર્ષના પીટર ઓયુકા 47 વર્ષ બાદ પોતાના ઘરે પરત ફર્યા. તે 1974માં એક દિવસ અચાનક ગાયબ થઈ ગયા હતા. તેમના જવાથી તેમની 2 પત્નીઓ અને 5 બાળકો ખૂબ પરેશાન હતાં. આ માણસે તેના ગામના લોકોને જાણ કરી હતી કે તે તેની પત્નીઓ અને બાળકોના સારા ભવિષ્ય માટે કામના વધુ સારા વિકલ્પોની શોધમાં છે, પરંતુ તેણે આ અંગે તેના પરિવારને જાણ કરી ન હતી. તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેઓ 1983, 1992 અને 1996માં તેમના ગામ પરત ફર્યા હતા, પરંતુ કેટલાક કારણોસર તેમના ઘરે જઈ શક્યા નહોતા. હવે જ્યારે તે 47 વર્ષ પછી પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે તેને એક ખૂબ જ નિરાશાજનક સમાચાર મળ્યા. તેને ખબર પડી કે તેની બંને પત્નીઓએ તેની રાહ નહોતી જોઈ અને બીજા પુરુષો સાથે લગ્ન કરી લીધાં હતાં.
પત્નીઓની બેવફાઈથી નિરાશ થઈને, તે બીજા દેશની બીજી સ્ત્રી સાથે પ્રેમમાં પડ્યો. પીટરે કહ્યું કે તે 47 વર્ષ સુધી તાંઝાનિયામાં હતો, જ્યાં તેને એક મહિલા સાથે પ્રેમ થયો હતો અને બંનેને તે સંબંધથી એક બાળક છે, પરંતુ જ્યારે પીટર તેના ઘરે પાછો ફર્યો તેથી તે નિરાશ થયો કે તેની પત્નીઓએ તેના પરત આવવાની આશા છોડી દીધી અને અન્ય પુરુષો સાથે લગ્ન કરી લીધાં હતાં.
એક મીડિયાના અહેવાલ મુજબ તે માણસે કહ્યું, “હું અપેક્ષા રાખતો હતો કે મારી પત્નીઓ ઘરે હશે અને મારું સ્વાગત કરશે. તાંઝાનિયામાં તેની પત્નીએ તેની સાથેનો તમામ સંપર્ક કાપી નાખ્યો છે અને તેને તેના પુત્રને મળવા પણ નથી દીધો. તેથી પીટર તેના પ્રથમ પરિવારમાં તેના ગામ પરત ફર્યા હતા. મને આશા છે કે મારી પત્નીઓ તેમના નવા જીવનમાં ખુશ રહેશે. હું ઇચ્છું છું કે તે એકવાર મારી પાસે આવે.”