ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
કોરોના સંક્રમિત દરદીની સૂંઘવાની શક્તિ પર અસર થાય છે. તેમાંથી સાજા થયા બાદ આ શક્તિ પાછી આવી જાય છે, પરંતુ ઘણા લોકોની ધ્રાણેન્દ્રિય પર બહુ જ ખરાબ અસર થઈ છે.
લંડનના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં કરેલા સંશોધન મુજબ કોરોનાને લીધે તેમની સૂંઘવાની ક્ષમતા જતી રહી છે. તેથી તેમના જીવન ઉપર ખરાબ અસર થઈ છે. જે કોરોના દર્દીઓની સૂંઘવાની ક્ષમતા જતી રહી હતી. તેમાંથી ૧૦ ટકા લોકોની આ શક્તિ છ મહિના બાદ પણ પાછી આવી નથી. ૯૦૦૦ કોરોના દર્દીઓ પર આ સંશોધન કરવામાં આવ્યું હતું. વિશ્લેષણ મુજબ બહુ ભૂખ ન લાગવી, સૂંઘવાની ક્ષમતા પાછી ન આવવી આ ગંભીર અનુભવો વધુ દર્દીઓના હતા.
મુંબઈમાં પ્રથમ વખત બનશે બેબી પાર્ક. કેવું હશે સ્વરૂપ? જાણો અહીં.
ભોજનનો સ્વાદ અનુભવવામાં ઘ્રાણેન્દ્રિયની પણ ભૂમિકા હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જેમની સૂંઘવાની ક્ષમતા સંપૂર્ણપણે ચાલી ગઈ છે. તે લોકો પોતાને દુનિયામાં એકલા અનુભવે છે. ખાવાની ઈચ્છા થતી નથી તેથી વજન પણ ઘટી ગયું છે.