ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મહિલાઓની સુરક્ષાને લઈને અનેક નિયમો હોવા છતાં મહિલા પરના અત્યાચારો થોભવાનું નામ નથી લેતા. મહિલાઓ સામે થતા જુદા જુદા ગુનો માટે નિયમો છે, પરંતુ કામના સ્થળે મહિલાઓ પર થતા લૈંગિક અત્યાચાર માટે કોઈ નિયમાવલી નહોતી. એથી મુંબઈ હાઈ કોર્ટ દ્વારા હાલમાં જ એ જાહેર કરવામાં આવી છે. નવી નિયમાવલી મુજબ આ પ્રકરણની સુનાવણી હવે ફક્ત ઇન કૅમેરા જ કરવામાં આવશે અથવા તો પછી જજની કૅબિનમાં કરવામાં આવશે.
સંભાળજો! આ કારણથી પહેલી ઓક્ટોબરથી આરોગ્ય સેવાને અસર થઈ શકે છે; જાણો વિગત
ગયા અઠવાડિયે જસ્ટિસ ગૌતમ પટેલની ખંડપીઠે આ આદેશ બહાર પાડ્યો હતો, એ મુજબ હવેથી કામના સ્થળે મહિલાઓ પર થનારા લૈંગિક અત્યાચારની સુનાવણી ઇન કૅમેરા જ કરવાની રહેશે. તેમ જ આ પ્રકરણમાં આપવામાં આવતા આદેશને કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે નહીં. તેમ જ કોર્ટની મંજૂરી વગર નિકાલનો અહેવાલ પણ બહાર પાડવામાં આવશે નહીં. એટલે હવેથી કોર્ટની મંજૂરી વગર પીડિત વ્યક્તિનું નામ અને તેની ઓળખ પણ જાહેર કરી શકાશે નહીં. જો એવું થયું તો એ કોર્ટનું અવમાન ગણાશે. તેમ જ આવા પ્રકરણમાં તમામ રેકૉર્ડ સીલ બંધ કવરમાં રાખવામાં આવશે. કોર્ટની મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિને એ આપી શકાશે નહીં.