ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર 2021
બુધવાર
મુંબઈ સહિત રાજયમાં સરકારી તથા પાલિકા સંચાલિત હોસ્પિટલોમાં શુક્રવારે આરોગ્ય સેવાને ફટકો પડી શકે છે. પોતાની જુદી જુદી માગણીને લઈને પહેલી ઓક્ટોબરથી મહારાષ્ટ્રના રેસિડન્ટ ડોકટરોએ કામ બંધ કરીને બેમુદ્દત હડતાલ પર ઊતરી જવાની ચીમકી આપી છે. વારંવાર આશ્વાસન આપ્યા બાદ પણ સરકાર દ્વારા તેમની માગણીઓ પૂરી કરવામાં આવી નથી, એવી ફરિયાદ સાથે રાજયના રેસિડન્ટ ડોકટરોએ કામ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ આંદોલનમાં રાજયના પાંચ હજારથી વધુ ડોકટરો જોડાવાના છે.
ઑનલાઇન ગેમ્સ સંભાળીને રમજો, તે તમને ઉગ્રવાદી બનાવી શકે છે; જાણો કઈ રીતે?
રેસિડન્ટ ડોકટરોના એસોસિએશન સેન્ટ્રલ માર્ડના અધ્યક્ષ ડો. જ્ઞાનેશ્ર્વર ઢોબળે પાટીલના કહેવા મુજબ કોરોનાની લહેર ઓસરી જતા સરકારે રેસિડન્ટ ડોકટરોની માગણી તરફ દુર્લક્ષ કરવાનું ચાલુ કરી દીધું છે. તેથી નાછૂટકે હડતાલ પર ઉતરવા જેવું પગલું લેવું પડયું છે. રેસિડન્ટ ડોકટરોની આ હડતાલમાં સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કામ કરનારા એમ.ડી. અને એમ.એસ. ડોકટરો પણ જોડાવાના છે.