ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જૂન ૨૦૨૧
સોમવાર,
કોરોના મનુષ્યની સાથે જંગલી પ્રાણીઓને પણ હવે પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. તામિલનાડુના એક પ્રાણીસંગ્રહાલયમાં એક સિંહણનું કોરોનાથી મૃત્યુ થયું છે. એટલું જ નહીં, આ પ્રાણીસંગ્રહાલયમાં બીજા નવ સિંહને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તામિલનાડુના એરીગર અન્ના ઝૂમાં નીલા નામની સિંહણનું મૃત્યુ કોરોનાથી થયું છે.
આ સિંહણમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં નહોતાં. નીલાના અવસાન પછી ઝૂમાંથી 11 સિંહોનું પરીક્ષણ કરાયું હતું અને એમાંથી નવનો કોરોના રિપૉર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાને નિયંત્રણમાં લાવવા તમામ પ્રાણીસંગ્રહાલય બંધ કરી દેવામાં આવ્યાં છે. આ પ્રાણીસંગ્રહાલય શહેરથી 35 કિમી દૂર છે. તમામ સિંહોની સારવાર ચાલી રહી છે અને તમામ પ્રાણીઓ દેખરેખ હેઠળ છે. આ અગાઉ હૈદરાબાદના નેહરુ ઝૂ ખાતે આઠ સિંહોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
નાગિન સિરિયલના પ્રખ્યાત અભિનેતા પર્લ પુરીની ધરપકડ; લાગ્યો યુવતી પર બળાત્કારનો આરોપ
ઉલ્લેખનીય છે કે ગૌરી અને જેનિફર, બે સિંહ થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશના સફારી પાર્કમાં કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. ગયા વર્ષે અમેરિકાના એક પ્રાણીસંગ્રહાલયમાં ચાર વાઘ અને ત્રણ સિંહને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.