વધુ સમાચાર

હૈદરાબાદની આ પ્રાણીપ્રેમી વ્યક્તિ પોતાની લાપતા બિલાડીના સમાચાર આપનારને આપશે આટલું મોટું ઇનામ, જાણો વિગત

Jul, 14 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧

બુધવાર

હૈદરાબાદમાં એક પાલતુ બિલાડીના માલિકે મંગળવારે તેની લાપતા બિલાડી વિશે માહિતી પ્રદાન કરનારા કોઈપણને 30,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. આ બિલાડી ગયા મહિને પાલતુ પ્રાણીની હૉસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ હતી. સેરીના નાટોએ 23 જૂને જ્યુબિલી હિલ્સની ટ્રસ્ટી વેટ મલ્ટિસ્પેશિયાલિટી પેટ હૉસ્પિટલમાં તેની બિલાડીને દાખલ કરી હતી, જ્યારે તે કુટુંબ નિયોજનની સર્જરી બાદ બીમાર પડી હતી.

શહેરના ટોલી ચોકી વિસ્તારના આ રહેવાસીએ મીડિયા કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે જીંજર નામની બિલાડી 24 જૂને હૉસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે હૉસ્પિટલની બેદરકારીને કારણે તેણે તેની આઠ મહિનાની બિલાડી ગુમાવી છે. તેણે એમ પણ કહ્યું કેહૉસ્પિટલના કર્મચારીઓને પ્રાણીઓની સંભાળ રાખવા માટે કોઈ તાલીમ આપવામાં આવી નથી.

બાપરે! મુંબઈગરાના માથે પાણીકાપનું સંકટ, બે વર્ષની સરખામણીમાં તળાવોમાં આ વર્ષે સૌથી ઓછું પાણી; જાણો વિગત

આ પ્રાણીપ્રેમી બિલાડીના માલિકે જે બિલાડીના જન્મથી જ તેની સંભાળ રાખે છે, તેણે તેની બિલાડી શોધવામાં મદદ કરનાર વ્યક્તિને ઇનામની જાહેરાત કરતું એક પોસ્ટર બહાર પાડ્યું હતું. આ મહિલાએ કહ્યું કે તે એક ભડકતી બિલાડી છે, છતાં તે તેની સંભાળ લઈ રહી હતી અને તેની સાથે દિલથી જોડાયેલી છે. આ અંગે આ પ્રાણીપ્રેમી મહિલાએ 27 જૂને રાયદુર્ગમ્ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )