ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧
ગુરુવાર
વર્ષ 2013માં ૧૭ જૂનના રોજ કેદારનાથ ધામમાં મૃત્યુ પામેલા યાત્રિકોની યાદમાં દેવસ્થાનમ બોર્ડ અને તીર્થ પુરોહિતો, પોલીસ વહીવટ દ્વારા શ્રી કેદારનાથ મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપસ્થિતો દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. નોંધનીય છે કે 16 અને 17 જૂન, 2013ના રોજ કેદારનાથ ધામમાં પૂર અને ભારે વરસાદને કારણે હજારો યાત્રાળુઓ, સ્થાનિક લોકો અને પશુઓ મૃત્ય પામ્યા હતા.
દેવસ્થાનમ બોર્ડના મીડિયા પ્રભારી ડો.હરીશ ગૌરે મીડિયાને જણાવ્યું હતું કે “કેદારનાથ ધામમાં વિદાય થયેલ લોકોની આત્માઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી, બે મિનિટનું મૌન પાલવમાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભગવાન કેદારનાથને પ્રાર્થના કરવામાં આવી હતી કે આવી દુર્ઘટના ફરી ન થાય. દરેક લોકો ખુશ રહે.”
વધુ ઘાતક બન્યો કોરોના; ચેન્નઈ પ્રાણી સંગ્રહાલયમાં બીજો સિંહ મૃત્યુ પામ્યો, ત્રણની હાલત ગંભીર
ઉલ્લેખનીય છે કે શ્રધ્ધાંજલિ સભામાં કેદારનાથ ધામના મુખ્ય પુજારી બાગેશ લિંગ, કેદાર સભાના પ્રમુખ વિનોદ શુક્લા, કિશન બગવાડી, રાજકુમાર તિવારી, અંકુર શુક્લા, મંદિરના વહીવટી અધિકારી યદુવીર પુષ્પવાન, પોલીસ ચોકી કેદારનાથ પ્રભારી મંજુલ રાવત અને તેમની ટીમ સાથે અવનિશ કુમાર, દિલવાર નેગી, જોડાયા હતા.