ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઓક્ટોબર, 2021
શનિવાર
વોટ્સએપનો દાવો છે કે તેમાં ચેટ એન્ડ ટુ એન્ડ ઇનક્રિપ્ટ હોય છે. ત્રીજી વ્યક્તિ તેને વાંચી ન શકે. આટલી સિક્યોરિટી હોવા છતાં પણ વારંવાર કોઈને કોઈની ચેટ બહાર કેમ પડે છે? ખાસ કરીને બોલિવૂડ સાથે જોડાયેલા કૌભાંડ વોટ્સએપ ચેટ દ્વારા કેમ બહાર આવે છે? શું વોટસએપ સુરક્ષિત નથી?
વર્ષ 2020માં રિયા ચક્રવર્તીની ચેટ વાયરલ થઈ હતી તો દીપિકા પાદુકોણને એનસીબીએ પૂછપરછ માટે બોલાવી હતી. હાલમાં અનન્યા પાંડે સાથે પણ કંઈક આવું જ થયું છે. કારણકે તેની અને આર્યન ખાનની ચેટ બહાર આવી છે. આટલા બધા કેસ બહાર આવ્યા બાદ શંકા થાય છે કે સાચે જ વોટ્સએપ મેસેજ એન્ડ ટુ એન્ડ ઇનક્રિપ્ટ છે?
*આ બાબતે વોટ્સએપનું શું કહેવું છે?
વોટ્સએપના FAQ પેજ પર લખેલું છે કે વોટ્સએપ પાસે એન્ડ ટુ એન્ડ મેસેજ વાંચવાની, સાંભળવાની ક્ષમતા નથી. એવું એટલા માટે છે કારણકે જે ડિવાઇસથી મેસેજ મોકલ્યો કે રિસીવ થયો હોય તે ડિવાઇસ પર જ ઇન્ક્રિપ્ટ ડિક્રિપ્ટ થઈ શકે છે. જ્યારે કોઈપણ મેસેજ ફોનમાંથી મોકલવામાં આવે છે તો તે પહેલા એક ક્રિપ્ટોગ્રાફી લૉક તેના ઉપર લાગી જાય છે. એટલું જ નહીં દરેક મેસેજ સાથે તમારી કીઝ પણ બદલતી રહે છે. આ બધું પડદા પાછળ થાય છે. તમે સિક્યોરિટી વેરિફિકેશન કોડ કન્ફર્મ કરીને જાણી શકો છો કે તે સુરક્ષિત છે કે નહીં.
થાણેમાં ગેરકાયદે ફેરિયાની ગુંડાગીરી તો જુઓ; પાલિકાના કર્મચારીઓને, કહ્યું-તમારી ગરદન ઉડાવી નાખીશ
*તો પછી ચેટ બહાર કેવી રીતે આવે છે?
એન્ડ ટુ એન્ડ ઇનક્રિપ્શનની વાત કરીએ તો ખરેખર આ એક મોટું સુરક્ષાકવચ છે તો પછી ચેટ બહાર કેમ આવે છે. આ ચેટ ત્યારે જ લીક થઈ શકે જ્યારે તમારો ફોન કોઈ અન્યના હાથમાં જાય. અમેરિકા કે યુરોપીયન દેશોની વાત કરીએ તો ત્યાં પોલીસ પણ એટલી સરળતાથી તમારો ફોન લઈ શકે નહીં. કોઈનો ફોન પોતાના કબજામાં લેવા માટે અથવા તેની તપાસ માટે પોલીસને પહેલા વોરંટ લાવવાની જરૂરિયાત રહે છે. ભારતમાં આ બધું એટલું અઘરું નથી. ફોનને ફિઝિકલી સેટ કરી શકાય છે અને યુઝરને અનલોક કરવાનું કહેવામાં આવે છે. એકવાર જ્યારે પણ કોઈ ફોન અનલોક થાય તો તેની બધી જ ચેટ જોઈ- વાંચી શકાય છે અને સ્ક્રીનશોટ પણ લઇ શકાય છે.
બીજી વાત એ કે ફોન તો પોલીસ લઈ લે પણ તેને અનલૉક ન કરી શકે એવી સ્થિતિમાં ફોરેન્સિક ટીમ કરામત કરે છે. કેટલાક સપ્તાહ પહેલા સુધી ગુગલ ડ્રાઈવ અને icloud પર બેકઅપમાં રહેલી ચેટ આવતી ન હતી. તેને વોટ્સએપે હાલમાં જ લાગુ કરી છે. તો જે ગૂગલ ડ્રાઈવ કે icloud પર હોય છે તેમને ફોરેન્સિક ટીમ દ્વારા કેટલાક સ્પેસિફિક ટુલ્સનો ઉપયોગ કરીને સર્ચ કરવામાં આવે છે.
આ સિવાય લો એન્ફોર્સમેન્ટ એજન્સી પાસે google અને apple સુધી પહોંચવાનો વિકલ્પ પણ હોય છે. એક અધિકૃત કોર્ટ ઓર્ડર સાથે એજન્સીઓ વોટ્સએપની ચેટનું બેકઅપ માગી શકે છે. જોકે હવે ચેટ બેકઅપ ઇનક્રિપ્ટ થઈ ગયા છે એટલે તમારી પરમિશન વગર કોઈપણ તેને ડિક્રીપ્ટ ન કરી શકે.
*તો શું વોટ્સએપ લો એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે ડેટા શેર કરે છે?
કોઈપણ ઈમર્જન્સી સિચ્યુએશનમાં એન્ફોર્સમેન્ટ ઓથોરિટી વોટ્સએપનો કોન્ટેક્ટ કરી શકે છે. વોટ્સએપ પાસે જે ઇન્ફર્મેશન હોય છે તેમાં about, profile photos, Group information અને Address Book વગેરે ઉપલબ્ધ હોય છે. જ્યારે ઓથોરિટી તરફથી સ્ટોર કરેલું કન્ટેન્ટ માગવાની વિનંતી કરાય છે, ત્યારે વોટ્સએપ તેને રિવ્યૂ કરે છે અને એન્ફોર્સમેન્ટ ઓથોરિટીની વિનંતી અને પોલિસીના આધારે તેને જવાબ આપે છે. જોકે વોટ્સએપે તેના FAQ પેજ ઉપર આ વાતનો ઉલ્લેખ કર્યો નથી.