ગુજરાતમાં ભાજપનો એકતરફી વિજય થયો છે, તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ બહુમતી હાંસલ કરી જીત મેળવી છે. જોકે બહુમતી મળ્યા બાદ પણ કોંગ્રેસને ધારાસભ્યોના પક્ષપલટાનો ડર છે. આથી ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવે તે માટે કોંગ્રેસ તરત જ સતર્ક થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસે વિજેતા ઉમેદવારોને નજરકેદ રાખવાનો નિર્ણય કર્યો છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપે હાર સ્વીકારી લીધી છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. દરમિયાન બહુમતી મળ્યા બાદ પણ કોંગ્રેસને ધારાસભ્યોના પક્ષપલટાનો ડર છે. તેથી કોંગ્રેસ નેતૃત્વએ વિજેતા ઉમેદવારોની જવાબદારી છત્તીસગઢના મુખ્યમંત્રી અને હિમાચલના સુપરવાઈઝર ભૂપેશ બઘેલને સોંપી છે. બઘેલ ચંદીગઢ જઈ રહ્યા છે. કોંગ્રેસના વિજેતા ઉમેદવારોને ચંદીગઢ આવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો ચંદીગઢમાં મળશે. આ બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. જે બાદ ધારાસભ્યોને રાજસ્થાન અથવા છત્તીસગઢ મોકલવામાં આવશે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને આ ધારાસભ્યોને લઈને પાછા લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: હિમાચલ ચૂંટણી : હિમાચલમાં કોંગ્રેસની વાપસી, કારમી હાર બાદ CM જયરામ ઠાકુરે લીધું આ પગલું
કોંગ્રેસ કેમ ડરે છે?
કોંગ્રેસના જે ઉમેદવારો ચૂંટાયા છે તેમાં કેટલાક ધારાસભ્યો ભાજપના છે, તેમણે ચૂંટણી પહેલા પક્ષ બદલી નાખ્યો હતો, તેથી કોંગ્રેસને ચિંતા છે કે આવા ધારાસભ્યો પાછળથી ભાજપમાં જશે. બીજી તરફ કોંગ્રેસને ડર છે કે ભાજપ કેટલાક ધારાસભ્યોને પોતાની તરફ ખેંચી શકે છે, તેથી કોંગ્રેસે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લીધો છે.