News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા પામવા આજકાલ લોકો જાતજાતના હથકંડો અપનાવતા હોય છે. કેટલાક તો વળી તેનાથી પણ આગળ જઈને અંગત જીવન શેર કરતા પણ અચકાતા નથી. પરંતુ હદ ત્યારે થઈ જાય છે જ્યારે કોઈ કપલ ( Couple ) તેમના લગ્નની પહેલી રાત એટલે કે સુહાગરાતનો ( First Night ) વીડિયો ( Video ) શેર કરે છે. અલબત્ત આ વીડિયો વલ્ગર નથી અને તેમાં કપલે વ્યૂઅરશીપ માટે વીડિયો શેર કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. જોકે આવી સ્થિતિની ટાળવાની જરૂર છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપલે લખ્યું છે કે, ‘અમે અમારા લગ્નની રાત કેવી રીતે વિતાવી’, એટલે કે તેઓ તેમના લગ્નની રાત કેવી રીતે વિતાવી તે બતાવી રહ્યાં છે. જો કે, આ કેટલીક એકાંત ક્ષણોનો સમયગાળો છે, જે આવી રીતે બહાર ન આવવો જોઈએ. એટલે જ આ વીડિયો જોઈને લોકો ભડકી ઉઠ્યાં છે અને કપલની ટીકા કરી છે. સાથે જ લોકોએ કપલને ઈન્સ્ટાગ્રામ પર આવું ન કરવાની તાકીદ પણ કરી છે.
આ સમાચાર પણ વાંચો : લગ્ન મંડપ માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ પત્ની કિયારા અડવાણી ના પગને કર્યો સ્પર્શ,જાણો કારણ
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયાની દુનિયામાં વીડિયો વાયરલ થવા કંઈ નવી નવાઈની વાત નથી પરંતુ અશ્લિલ વીડિયો વાયરલ કરવા અનૈતિક છે અને સાથે ખતરનાક પણ. તેમાં નૈતિક અધપતનની સાથે સાથે ફોજદારી ગુનો પણ લાગુ પડી શકે છે.
Join Our WhatsApp Community