News Continuous Bureau | Mumbai
સ્ટ્રોબેરી એક રસદાર સ્વાદિષ્ટ ફળ છે, તે દેખાવમાં નાના લાલ રંગ ની હોય છે. પરંતુ આ નાના ફળના ફાયદા મોટા છે. સ્ટ્રોબેરીનો(strawberry) ઉપયોગ સામાન્ય રીતે ઘણી વાનગીઓમાં સજાવટ માટે થાય છે. પરંતુ શું તમે તેના ફાયદા જાણો છો? જી હાં, આ ફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન સી, વિટામિન એ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ડાયેટરી ફાઇબર્સ, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને પોલિફેનોલ સંયોજનો જેવા તત્વો હોય છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે.
1. દાંત-
દાંતને ચમકાવવા માટે આ ફળનું સેવન કરવું વધુ સારું છે. દાંતની(teeth) પીળાશને દૂર કરવા અને દાંતને મજબૂત કરવા માટે સ્ટ્રોબેરી ખાઓ, સ્ટ્રોબેરીમાં આવા ઘણા તત્વો જોવા મળે છે, જે દાંતના સ્વાસ્થ્ય માટે સારા હોઈ શકે છે.
2. વજન ઘટાડવા
સ્ટ્રોબેરીમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે, જે વજન ઘટાડવામાં(weight loss) મદદ કરી શકે છે. તેમાં નાઈટ્રેટની માત્રા પણ જોવા મળે છે, જે લોહીની સાથે મળીને શરીરમાં ઓક્સિજનના પ્રવાહને નિયંત્રિત કરી શકે છે.
3. હાડકાં-
જો તમે નબળા હાડકાંની(bone problems) સમસ્યાથી પરેશાન છો તો સ્ટ્રોબેરીનું સેવન કરો. તમને જણાવી દઈએ કે સ્ટ્રોબેરીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ગુણ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
4. રોગપ્રતિકારક શક્તિ-
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે સ્ટ્રોબેરીનું સેવન કરી શકાય છે. સ્ટ્રોબેરીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને (immunity)નબળી પડવાથી બચાવવામાં મદદરૂપ છે.
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.
આ સમાચાર પણ વાંચો: સ્વાસ્થ્ય જાણકારી- વધુ માત્રામાં પાલકનું સેવન કરવાથી સ્વાસ્થ્યને થાય છે નુકસાન-જાણો તેની આડઅસર વિશે