News Continuous Bureau | Mumbai
મમરા ખાવાનું દરેકને પસંદ હોય છે. તેનું નામ સાંભળતા જ તમારા મોઢામાં પાણી આવી જાય છે અને તમે તમારી સામે વિવિધ પ્રકારની વાનગીઓની કલ્પના કરવા લાગો છો. તમારી મનપસંદ વાનગીઓ જેમ કે ભેલપુરી, પોહા, ચિક્કી વગેરે મમરા માંથી બનાવવામાં આવે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે, પરંતુ શું તમે તેના ફાયદાઓ વિશે જાણો છો.મમરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ પફ્ડ રાઇસના ફાયદા વિશે…
1. હાડકાંને મજબૂત બનાવે છે
હાડકાંને મજબૂત બનાવવામાં પણ મમરા મદદરૂપ સાબિત થઈ શકે છે. એક રિસર્ચ અનુસાર, મમરામાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હાજર હોય છે, જે હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
2. કબજિયાતમાં રાહત આપે છે
મમરા ખૂબ જ હળવા હોવાથી તે પચવામાં સરળ છે. આ ઉપરાંત, તેમાં ફાઈબર પણ ભરપૂર હોય છે, જે પાચન શક્તિને મજબૂત બનાવે છે અને કબજિયાત, સ્થૂળતાની સમસ્યાથી રાહત આપે છે.
3. વજન નિયંત્રણમાં મદદરૂપ
સ્થૂળતા ઘટાડવા માટે, ઓછી કેલરીવાળા ખોરાક ખાવાની ભલામણ કરવામાં આવે છે. તેથી જો તમે સ્થૂળતા ઘટાડવા માંગો છો, તો તમે સરળતાથી મમરાનું સેવન કરી શકો છો. તેમાં કેલરીની માત્રા ઓછી હોય છે, જેના કારણે મમરા વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થશે.
4. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેઓ સરળતાથી કોઈપણ રોગ માટે સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં, તમે મમરા ને ખોરાકમાં સામેલ કરીને રોગપ્રતિકારક શક્તિને વધારી શકો છો. વાસ્તવમાં, મમરા વિટામિન્સ, મિનરલ્સ અને ફાયટોકેમિકલ્સથી ભરપૂર હોય છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- જો તમારા પગ માંથી દુર્ગંધ આવતી હોય તો અપનાવો આ ઘરેલુ નુસખા-મળશે લાભ
5. ત્વચાની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ
સ્વાસ્થ્યની સાથે-સાથે મમરા ત્વચા માટે પણ ફાયદાકારક છે. હા, તે તમારી ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. એક રિસર્ચ અનુસાર, મમરા માં વિટામિન-બી પૂરતી માત્રામાં હોય છે. આ વિટામિન ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે.
6. ઊર્જા માં વધારો
મમરામાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે શરીરની 60-70 ટકા ઊર્જાની જરૂરિયાત પૂરી કરે છે. મમરા તમારા શરીરની ઉર્જા વધારવામાં મદદરૂપ છે. આ રીતે મમરા નું સેવન શરીરની ઉર્જા વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.