News Continuous Bureau | Mumbai
આભામંડળમા બનતી ખગોળીય ઘટનાઓ વૈજ્ઞાનિકો અને આકાશ દર્શન કરનાર પ્રેમીઓ છે. આવી જ એક ઘટના આગામી સમયમાં જોવા મળશે. આપણા સૌરમંડળમા પહેલો ગ્રહ બુધ છે. તેના પછી શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ વગેરે ગ્રહોનો નંબર આવે છે. આમાંથી શુક્ર અને ગુરુ આ બે ગ્રહ વૈજ્ઞાનિકોનો રોમાંચ વધારનાર છે. કારણ કે આ બન્ને ગ્રહો એકબીજાની નજીક આવી રહ્યા છે. આ બન્ને ગ્રહો વચ્ચેનો આ સંયોગ 1 માર્ચના રોજ થવાનો છે. નાસાના રિપોર્ટ અનુસાર અવકાશની આ એક દુર્લભ ઘટના હશે.
આ ઘટના અંગે સ્પેસ એજન્સી નાસાએ તેના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપી છે. તે પ્રમાણે આમા કોઈ ખગોળકીય મહત્વ નથી હોતું. આ ઘટના માત્ર જોવા પુરતી છે, કારણ કે આવી ઘટના આપણને આશ્ચર્યચકિત કરી મુકે છે. ઉલ્લેખનીય છે કે આપણા સૌરમંડળમાં ઘણીવાર આ ગ્રહો એકબીજાથી નજીક આવતા હોય છે. કારણ કે બધા ગ્રહો સુર્યની આસપાસ ચક્કર લગાવે છે.
આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સામે તાલિબાનીની કાર્યવાહી, ISના ટોચના મિલિટરી ચીફ કમાન્ડરને ઠાર માર્યા
મીડિયા રિપોર્ટ મુજબ, આ અલૌકિક ઘટનાનો નજારો રાત્રીના સમયે આકાશમાં દેખાશે. તમે આ ઘટના પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશાના આકાશમાં આ નજારો જોઈ શકશો. તો ભારતમાં આ નજારો 2 માર્ચની સાંજે 5 કલાકે પછી જોવા મળશે. જોકે આ ઘટનાને વધુ સારી રીતે જોવા માટે દૂરબીનની જરૂર પડશે. આ ઉપરાંત જ્યા પ્રદૂષણ ઓછું હશે તેમજ વધારે અંધકારવાળી જગ્યા પર તમને આ નજારો સારી રીતે જોવા મળશે.
Join Our WhatsApp Community