News Continuous Bureau | Mumbai
Mumbai Metro : મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) અનુસાર, મુંબઈ મેટ્રોની બે નવી લાઇન 2A (દહિસરથી અંધેરી પશ્ચિમ DN નગર) અને 7 (દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ) જાન્યુઆરી 2023માં સંપૂર્ણ રીતે કાર્યરત થવાની અપેક્ષા છે.
એપ્રિલ 2022 માં, મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં દહાણુકરવાડી (કામરાજ નગર) અને આરે કોલોનીથી 20 કિમી લાંબી આ લાઈનોના પ્રથમ તબક્કાને ફ્લેગ ઓફ કર્યું હતું. આ રૂટ પર દૈનિક 18000 લોકો ટ્રાવેલ કરે છે. વર્ષ 2031 સુધીમાં, આ બે લાઇન 11.37 લાખ મુસાફરો મુસાફરી કરવાની શક્યતા છે. આ નવી લાઈનો હાલની મેટ્રો વન સાથે પણ જોડાશે જે ડીએન નગર અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (WEH) સ્ટેશનો પર ઘાટકોપર અને વર્સોવા વચ્ચે ચાલે છે.
Mango arrives in Mumbai market : કોંકણના રાજાનું મુંબઈમાં આગમન! કેરીના પ્રથમ બોક્સની કિંમત 42 હજાર…
કમિશન ઑફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) એ મુંબઈ મેટ્રો લાઇન 2A અને 7 ની દેખરેખ શરૂ કરી દીધી છે. એકવાર મંજૂરીનું CMRS પ્રમાણપત્ર આવશે, ત્યારે સમગ્ર લાઇન પર વ્યાવસાયિક કામગીરી શરૂ થશે. CMRS સર્ટિફિકેશનમાં મુસાફરો માટે કોરિડોર ખોલતા પહેલા ટ્રેક, સિગ્નલિંગ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને સિવિલ વર્ક્સની દેખરેખનો સમાવેશ થાય છે.
MMRDAએ રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) પાસેથી ટ્રાયલ રન માટે કામચલાઉ પ્રમાણપત્ર મેળવ્યું હતું. મેટ્રો લાઇન 2A પ્રોજેક્ટ પૂર્ણ કરવાની કિંમત 6,410 કરોડ રૂપિયા છે જ્યારે 7 ની 6,208 કરોડ રૂપિયા છે. એશિયન ડેવલપમેન્ટ બેંક અને નેશનલ ડેવલપમેન્ટ બેંક બંને લાઇન માટે ફંડિંગ એજન્સીઓ છે.
Join Our WhatsApp Community