News Continuous Bureau | Mumbai
રેલવે ફાટક પર લોકો વધુ ઉતાવળમાં દેખાતા હોય છે. લોકો ઝડપથી તેમની બાઇક અથવા સાઇકલ લઈને ટ્રેક પર નીકળી જવા માંગતા હોય છે, જ્યારે ત્યાં ટ્રેન પણ ઝડપથી આવી રહી હોય છે. આમ છતાં, લોકો જોખમ લેવા માટે તૈયાર હોય છે, પરંતુ ક્યારેક આ જોખમ ખૂબ જ ભારે પડી જાય છે અને લોકોને પોતાનો જીવ ગુમાવવનો વારો આવે છે.
— Idiots Nearly Dying (@Weirdndterrible) May 22, 2023
મહત્વનું છે કે આવું ન કરવા અંગે રેલવે તરફથી વારંવાર ચેતવણી આપવામાં આવે છે, પરંતુ લોકો ક્યાં માને છે. આવો જ એક વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જશે.
વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિને રેલ્વે ફાટક પાર કરવાની ઘણી જલ્દી છે. જેના પ્રયાસમાં તે બાઇક લઈને પાટા પર ક્રોસ કરવા લાગે છે. જોકે બરોબર તે જ સમયે એક ટ્રેન પસાર થાય છે, જેને જોઈને તે તેની બાઇકને મૂકીને તે ભાગવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેની બાઇક ટ્રેકની વચ્ચે ફસાઈ જાય છે. અને ટ્રેન તેની બાઇકને ઉડાવીને જતી રહે છે. જોકે તેણે સમયસર તેનો જીવ બચાવી લીધો. નહીં તો તે બાઇક સાથે ઉડી ગયો હોત.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં સતત ત્રીજા વર્ષે ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપનું આયોજન, જાણો ફિફા દ્વારા માન્યતા આ પ્રાપ્ત રમત વિશે અને કેટલી ટીમ લેશે ભાગ…
Join Our WhatsApp Community