News Continuous Bureau | Mumbai
આજકાલ લોકો પર રિલ્સ બનાવવાનો ક્રેઝ ચડ્યો છે. લોકો ગમે રિલ્સ બનાવવા લાગી જાય છે. ઘણા લોકો તો હવે મેટ્રો અને ટ્રેનમાં પણ રિલ્સ બનાવવા લાગ્યા છે. લોકો મેટ્રોમાં અવનવા વીડિયો બનાવતા જોવા મળે છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
View this post on Instagram
મેટ્રોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરી અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભૂલૈયા ની ‘મંજુલિકા’ ના ગેટઅપમાં મેટ્રોના ડબ્બામાં ચાલતી જોઈ શકાય છે. આ દરમિયાન તે લોકોને ડરાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. વીડિયો પુરો થાય તે પહેલા તેણે એક છોકરાને ડરાવવાનો પ્રયત્ન કરતા તે છોકરી ડરીને જગ્યા છોડીને ભાગી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો: કિચન હેક્સ: સ્ટીમરની મદદ વગર ઘરે મોમો અને ઈડલી ગરમ કરો, ખૂબ જ સરળ રીત
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની ભુલ ભુલૈયા વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. તેમાં મંજુલિકાની ભુમિકા નિભાવનાર વિદ્યા બાલ હતી. જેને પબ્લિકે ખૂબ જ પસંદ કરી હતી. તેમ જ ભુલ ભુલૈયા-2માં કાર્તિક આર્યન જોવા મળ્યો હતો.