ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈમાં 1993ની સાલમાં થયેલા બોમ્બ ધડાકાએ પૂરા દેશને હચમચાવી નાખ્યો હતો. અત્યાર સુધીનો તે દેશનો સૌથી મોટો બોમ્બ વિસ્ફોટ હતો. આ હુમલામાં 257 નિર્દોષ લોકો માર્યા ગયા અને 700 થી વધુ ઘાયલ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આરોપી સલીમ ગાઝીનું મૃત્યુ થયું હોવાનો અહેવાલ સામે આવ્યા છે.
ANI ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, સલીમ ગાઝીનું શનિવારે પાકિસ્તાનના કરાચીમાં નિધન થયું હતું. મુંબઈ પોલીસના સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા હતા.
1993ની સાલના બોમ્બ ધડાકાનો મોસ્ટ વોન્ટેડ આરોપી સલીમ ગાઝી દાઉદ ગેંગનો સભ્ય હતો. સલીમ ગાઝી છોટા શકીલની નજીકનો માણસ ગણાતો હતો.
અહેવાલો અનુસાર, સલીમ ગાઝી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો. તેને હાઈ બ્લડ પ્રેશર સહિત અન્ય બીમારીઓ હતી. સલીમ ગાઝીનું શનિવારે કરાચીમાં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.