ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
સેન્ટ્રલ રેલવે માટે વિસ્ટાડોમ કોચ કમાઉ દીકરો બની ગયા છે. આ કોચને પ્રવાસીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફકત ત્રણ મહિનામાં 20,407 મુસાફરો વિસ્ટાડોમ કોચમાં પ્રવાસ કરવાનું પસંદ કર્યું છે. તેને કારણે સેન્ટ્રલ રેલવેને 2.38 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.
સેન્ટ્રલ રેલેવેના વિસ્ટાડોમ કોચને મુસાફરો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. મુંબઈ-ગોવા રૂટની સુંદર ખીણો, નદીઓ અને ધોધના નયનરમ્ય નજારા હોય કે મુંબઈ-પુણે રૂટ પર પશ્ચિમ ઘાટનું કુદરતી સૌંદર્ય હોય, સ્ટેઇન્ડ ગ્લાસ ટોપ્સ અને પહોળી વિન્ડો પેનવાળા આ કોચ પ્રવાસીઓના માનીતા બની ગયા છે.
ઑક્ટોબરથી ડિસેમ્બર-2021 સુધીના ત્રણ મહિનામાં જ આ ડબ્બામાં 20,407 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો, જેના થકી સેન્ટ્રલ રેલવેને 2.38 કરોડ રૂપિયાની આવક થઈ છે.
ખાસ કરીને CSMT- મડગાવ અને CSMT જનશતાબ્દી એક્સપ્રેસ 100% મુસાફરો સાથે અગ્રણી છે. એટલે કે 7,754 મુસાફરોએ આ ટ્રેનના વિસ્ટાડોમ કોચમાં પ્રવાસ કરતા રેલવેને 1.40 કરોડ રૂપિયાની આવક થઈ છે. CSMT-પુણે-CSMT ડેક્કન એક્સપ્રેસે 90.43% એટલે કે 7,185 મુસાફરો સાથે રૂ. 50.96 લાખની આવક મેળવી આપી છે, ત્યારબાદ ડેક્કન ક્વીન 5,468 મુસાફરો સાથે રૂ. 46.30 લાખની કમાણી કરી છે. ડેક્કન ક્વીન અપ ડિરેક્શન એટલે કે પૂણેથી મુંબઈ 94.28 ટકા ઓક્યુપન્સી સાથે વધુ લોકપ્રિય છે.
આ તે કેવો છબરડો. મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન 178 કોલેજાેમાં પ્રિન્સિપાલ નથી. જાણો વિગતે
2018માં મુંબઈ-મડગાંવ જનશતાબ્દી એક્સપ્રેસમાં સૌપ્રથમ વિસ્ટાડોમ કોચ ફીટ કરવામાં આવ્યો હતો. આ કોચની ખૂબ જ લોકપ્રિયતાને કારણે આ કોચ મુંબઈ-પુણે ડેક્કન એક્સપ્રેસમાં 26 જૂન 2021થી ફીટ કરવામાં આવ્યા હતા. મુસાફરોની ભારે માંગણીને ધ્યાનમાં રાખીને 15 ઓગસ્ટ 2021 થી મુંબઈ-પુણે રૂટ પરનો બીજો વિસ્ટાડોમ કોચ ડેક્કન ક્વીનમાં ઉમેરવામાં આવ્યો છે.
વિસ્ટાડોમ કોચમાં વિવિધ અસાધારણ સુવિધાઓ સિવાય કાચની છત હોય છે જેમ કે પહોળી વિન્ડો પેન, એલઇડી લાઇટ, રોટેટ ટેબલ સીટ અને પુશબેક ચેર, જીપીએસ આધારિત ઇન્ફોર્મેશન સિસ્ટમ, બહુવિધ ટેલિવિઝન સ્ક્રીન, ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ ઓટોમેટિક સ્લાઇડિંગ કમ્પાર્ટમેન્ટ દરવાજા, પહોળા સાઇડ સ્લાઇડિંગ દરવાજા, સિરામિક ટાઇલ્સની ફ્લોરીંગ સાથેના શૌચાલય વગેરે સાથે અત્યંત લોકપ્રિય વીવિંગ ગેલેરી છે.